• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Government Sends Fire Safety Affidavit To Judge's Residence, High Court Says Practice Of Sending Affidavits To Judges' Homes Will Not Be Practiced

હાઈકોર્ટ સરકારથી નારાજ:સરકારે ફાયર સેફ્ટીની એફિડેવિટ જજ નિવાસે મોકલી, હાઈકોર્ટે કહ્યું- જજીસના ઘરે સોગંદનામા મોકલવાની પ્રેક્ટિસ ચલાવી લેવાશે નહીં

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઈકોર્ટ - Divya Bhaskar
ગુજરાત હાઈકોર્ટ
  • હાઈકોર્ટની ખંડપીઠના બંને જજીસે સોગંદનામાવાળું સીલબંધ કવર એડવોકેટ જનરલને પરત કર્યું
  • આગામી સુનાવણી 13 ઓક્ટોબરે હાથ ધરાશે

રાજ્યમાં ફાયર સેફ્ટી એક્ટની અમલવારીના મુદ્દે થયેલી પિટિશનમાં અંગે થયેલી સુનાવણી દરમિયાન ગુજરાત સરકારના વલણ સામે નારાજગી વ્યક્ત કરતા વખોડી છે. ફાયર સેફ્ટી બાબતે રાજ્ય સરકારે કરેલી કામગીરી અંગેની માહિતી સાથે એફિડેવિટ સીધુ જજના નિવાસસ્થાને મોકલવામાં આવ્યું હતું, જેની કોર્ટે ગંભીર નોંધ લેતા આ પ્રકારની ઘટના ફરી ન દોહરાવવા કહ્યું હતું અને જણાવ્યું હતું કે, જજીસના ઘરે સોગંદનામા મોકલવાની પ્રેક્ટિસ ચલાવી લેવાશે નહીં.

સરકારને હાઈકોર્ટની રજિસ્ટ્રીમાં સોગંદનામું ફાઈલ કરવા કહ્યું
હાઈકોર્ટે નોંધ્યું કે, આ રીતે જજીસના ઘરે સોગંદનામા મોકલવાની પ્રેક્ટિસ ચલાવી લેવાશે નહીં. સરકાર જે પણ સોગંદનામું કરવા ઇચ્છતી હોય એ હાઇકોર્ટની રજિસ્ટ્રીમાં ફાઇલ કરે. હાઇકોર્ટની ખંડપીઠના બંને જજીસે સોગંદનામાંવાળું સીલબંધ કવર એડવોકેટ જનરલને પરત કર્યું હતું. આ બાબતે હવે આગામી 13 ઓક્ટોબરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.

હાઈકોર્ટે એફિડેવિટ સ્વીકાર્યું નથી
રાજ્ય સરકાર તરફથી કરવામાં આવેલ એફિડેવિટને કોર્ટે હાલ સ્વીકાર્યું નથી. જોકે દિવ્યભાસ્કરને હાથે લાગેલી એફિડેવિટમાં રાજ્ય સરકારે ફાયર સેફ્ટી બાબતે કરેલી કેટલીક મહત્વની વિગતો સામે આવી છે.

રાજ્યની અડધોઅડધ હોસ્પિટલ પાસે બીયુ પરમિશન નહીં
શહેરી વિકાસ વિભાગના જોઈન્ટ સેક્રેટરી આર.એચ. વસાવાએ કરેલા સોગંદનામાંમાં રાજ્યની અડધોઅડધ હોસ્પિટલ્સ પાસે બિલ્ડિંગ યુઝ પરમિશન નહીં હોવાની ચોંકાવનારી બાબત સામે આવી છે. સરકારે તેના કરાવેલા સર્વે બાદ રજૂ કરેલા આંકડા પ્રમાણે રાજ્યની 48% જેટલી હોસ્પિટલો પાસે BU પરમિશન નથી. આ ઉપરાંત રાજ્ય સરકારે ફાયર સેફ્ટી વિનાની બિલ્ડિંગના વીજળી તથા પાણીના કનેક્શન કાપીને સખત કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો કર્યો છે.