• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Government Schools Have Asked For Photos Of The New CM But The Schools Do Not Have The Data; Patel Started Several Projects During His Tenure

લો કર લો બાત...!:સરકારી સ્કૂલો પાસે નવા CMના ફોટા મગાવાયા પણ સ્કૂલો પાસે ડેટા નથી; પટેલે તેમના કાર્યકાળમાં અનેક પ્રોજેક્ટ શરૂ કર્યા હતા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2008થી 2010 સુધી ભૂપેન્દ્ર પટેલ સ્કૂલ બોર્ડના વાઈસ ચેરમેન હતા

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધિકારીઓએ દરેક સ્કૂલોને મેસેજ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સ્કૂલની મુલાકાત અને કાર્યક્રમ દરમિયાનના ફોટો મગાવ્યા છે. ભૂપેન્દ્ર પટેલ 2008-10 દરમિયાન સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન હતા, પોતાના સમયગાળા દરમિયાન ઘણા પ્રોજેક્ટ શરૂ કર્યા હતા. પોતાના કાર્યકાળ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્કૂલોની કરેલી મુલાકાત કે કોઇ કાર્યક્રમના ફોટોગ્રાફ આપવાનો આદેશ કરાયો છે. પરંતુ 10 વર્ષ પહેલાના ફોટો સ્કૂલો પાસે ન હોવાની ફરિયાદ આચાર્યોએ કરી હતી.

નવા મુખ્યમંત્રી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વાઇસ ચેરમેન રહી ચુક્યાં છે. સ્કૂલ બોર્ડ આવનારા સમયમાં તેમના ફોટો દ્વારા પ્રસિધ્ધિ મેળવવાના પ્રયત્નો કરશે. ઉપરાંત તેમના પ્રોજેક્ટ પર વધુ ભાર આપશે. સ્કૂલો પાસેથી 10 વર્ષ પહેલાના ફોટો મગાવ્યા હતા. પરંતુ મોટાભાગની સ્કૂલો પાસે દસ વર્ષ પહેલાના ફોટો ન હોય તે સ્વાભાવિક છે.

સ્કૂલોને સફાઈ ખર્ચ આપવા ઈન્કાર
આચાર્યોને સફાઇની ગ્રાન્ટ ન ફાળવાતા આચાર્યોએ ખિસ્સાના ખર્ચ કરવા પડ્યા હતા. આચાર્યોએ સફાઇની ગ્રાન્ટ માગી ત્યારે મ્યુનિ. સ્કૂલોના અધિકારીએ સ્કૂલ સફાઇનો ખર્ચ આપવાની સ્પષ્ટ રીતે ના પાડી દીધી હતી. આચાર્યોમાં વિરોધ થતાં શાસનાધિકારીએ જણાવ્યું કે સફાઇનું મૂલ્યાંકન કરીને કામગીરી અંગે અને તેના ખર્ચ અંગે યોગ્ય નિર્ણય લઇશું.

અન્ય સમાચારો પણ છે...