આયોજન:જાપાનીઝ સાથે સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓનો અંગ્રેજીમાં સંવાદ

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
જાપાનીઝ ડેલિગેશન સાથે મ્યુનિ.ના અધિકારીઓએ પણ ચર્ચા કરી હતી. - Divya Bhaskar
જાપાનીઝ ડેલિગેશન સાથે મ્યુનિ.ના અધિકારીઓએ પણ ચર્ચા કરી હતી.
  • ઇન્ડો-જાપાન ફ્રેન્ડશિપ લીગની ટીમ પ્રભાવિત
  • સ્ટેમ, રોબોટિક લેબની પણ મુલાકાત લીધી

ઇન્ડો-જાપાન ફ્રેન્ડશિપ લીગ, હ્યોગો પ્રીફેક્ચ્યુઅલ એસેમ્બલીના સભ્યો અને વાઇસ ચેરમેને મ્યુનિ. સ્કૂલોની મુલાકાત લીધી હતી. સ્કૂલોમાં ચાલતી સ્માર્ટ સ્કૂલોમાં ચાલતી સ્ટેમ એન્ડ રોબોટિક લેબથી પ્રતિનિધિમંડળ પ્રભાવિત થઈ ગયું હતું. તેમણે બાળકોને શીખવવામાં આવતી વિવિધ સ્કિલ અને પ્રોટોટાઇપ વિશે વિસ્તારથી અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. પ્રતિનિધિમંડળે ગાંધી આશ્રમની મહાત્મા ગાંધી શાળા નં-1 અને ઠક્કરનગરની સરદાર વલ્લભભાઈ પટેલ શાળા સંકુલની મુલાકાત લીધી હતી.

મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને અપાતું મધ્યાહન ભોજન, તેની બેઠક વ્યવસ્થા, સ્વચ્છતા, ભોજનની ગુણવત્તાની પણ તપાસ કરી હતી. આ સાથે પ્રતિનિધિમંડળને સ્કાઉટ ગાઇડ વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરાવાઈ હતી, જેમાં બાળકો કઈ રીતે સેવા, સહકાર અને સુરક્ષાની પ્રવૃત્તિ કરી રહ્યાં છે, જેનાથી આવનારા સમયના સારા નાગરિકો તૈયાર થાય છે તેની માહિતી અપાઈ હતી. ખાસ કરીને સરકારી સ્કૂલોનાં બાળકો પ્રતિનિધિ મંડળ સાથે અંગ્રેજીમાં સંવાદ કરતા હતા, જેની સભ્યોએ નોંધ લીધી હતી.જાપાનીઝ પ્રતિનિધિમંડળ સાથે મ્યુનિ. સ્કૂલ સમિતિના સભ્યોએ સ્કિલ અને અભ્યાસની ટેકનિક વિશે ચર્ચા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...