તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોંગ્રેસનો આક્ષેપ:સરકારે દૂધમાં ભાવ વધારો કરીને ગ્રાહકોને લૂંટ્યા પણ પશુપાલકો અને ખેડૂતોને કોઈ લાભ ના આપ્યોઃ અર્જુન મોઢવાડિયા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • પેટ્રોલ, ડીઝલ, LPG સિલેન્ડર બાદ ભાજપ સરકારે નિર્દયી બનીને જનતાને દુધમાં પણ દઝાડી

કોરોના મહામારી વચ્ચે મોંઘવારે બેફામ પણે વધી રહી છે. પેટ્રોલ અને ડીઝલના અસહ્ય ભાવ વધારાની સાથે શાકભાજી અને દૂધના ભાવ પણ વધ્યાં છે. એક તરફ લોકોના ધંધા રોજગાર માંડ ખુલ્યાં છે ત્યારે આવો ભાવ વધારો લોકોથી સહન થાય તેમ નથી. તાજેતરમાં ગુજરાતમાં દૂધના ભાવમાં લીટરે બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્યના માસિક બજેટ ઉપર 60 કરોડ અને વાર્ષિક બજેટ પર 720 કરોડ રૂપિયાનો બોજો નાંખ્યો છે. પરંતુ તેનાથી પશુપાલકો અને ખેડૂતોને એક પણ રૂપિયાનો લાભ આપવામાં આવ્યો નથી.એવો કોંગ્રેસે સરકાર પર આક્ષેપ કર્યો છે.

વાર્ષિક બજેટમાં 720 કરોડનો બોજો નાંખવામાં આવ્યો
કોંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી વચ્ચે ભાજપની સરકારે એકબાજુ લોકોને મોંઘવારીના ડામ આપી લૂંટ્યા છે, બીજી બાજુ પશુપાલકો અને ખેડૂતોને એક પણ રૂપિયાનો લાભ આપ્યો નથી. તાજેતરમાં રાજ્યમાં દૂધના ભાવમાં લીટરે બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે ગુજરાતના માસિક બજેટમાં 60 કરોડ અને વાર્ષિક બજેટમાં 720 કરોડનો બોજો નાંખવામાં આવ્યો છે. પરંતુ પશુપાલકો અને ખેડૂતોને સરકારે કોઈ ફાયદો કરી આપ્યો નથી.

પેટ્રોલ-ડીઝલ અને LPG બાદ પ્રજા દૂધમાં પણ દાઝી
તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં રોજનું 60 લાખ લીટર અમૂલ દૂધ અને 40 લાખ લીટર છુટક દૂધનું વેચાણ થાય છે. અમૂલના ભાવ વધતાં અન્ય દૂધના વેપારીઓએ પણ ભાવ વધારી દીધા છે. એટલે રોજના એક કરોડ લીટર દૂધના વેચાણ પર રૂપિયા બે કરોડનો ડામ, જે રકમ મહિનાની 60 કરોડ અને વર્ષની 720 કરોડથી વધુ થાય છે. રાજ્યની ભાજપ સરકાર દુધના ભાવમાં જે વધારાને નજીવો કહી રહી છે, તે વર્ષે 720 કરોડ રૂપિયાની લૂંટ છે. પેટ્રોલ, ડીઝલ, LPG સિલેન્ડર બાદ ભાજપ સરકારે નિર્દયી બનીને જનતાને દુધમાં પણ દઝાડી છે.