તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સરકારે નક્કી કરેલાે વેક્સિનનો ટાર્ગેટ પૂરો નહીં થતા હવે સરકારે દબાણ શરૂ કર્યું છે. આરોગ્ય વિભાગના સ્ટેટ હેલ્થ કમિશનરે સોમવારે સિવિલ હોસ્પિટલ સહિતના ડૉક્ટરોની ઇમરજન્સી મીટિંગ બોલાવી હતી જેમાં રસી નહીં લેનારા ડૉક્ટરોને ખખડાવ્યા હતા અને રસી નહીં લેનારા ડૉક્ટરોને તાત્કાલિક રસી લઈ લેવા દબાણ કર્યું હતું. જેને પગલે ભારે વિરોધ અને નારાજગી ઊભી થઈ હતી. ડૉક્ટરોએ નામ નહીં આપવાની શરતે આક્ષેપ કર્યો હતો કે વેક્સિનેશનનો આંકડો ઊંચો બતાવવા સરકાર ડૉક્ટર્સ અને હેલ્થ વર્કર્સ પર દબાણ કરી રહી છે. બીજી તરફ મ્યુનિ. સ્કૂલોના શિક્ષકોને પણ રસી લેવા દબાણ કરાતા વિરોધ થયો છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોને હેલ્થ કમિશનરે વેક્સિન લેવા દબાણ કરતા ડૉક્ટરોમાં નારાજગી જોવા મળી છે. સ્ટેટ હેલ્થ કમિશનર જયપ્રકાશ શિવહરેએ સોમવારે ડૉક્ટરોની ઈમરજન્સી મીટિંગ બોલાવી હતી. જેમાં હોસ્પિટલના જુદાજુદા વિભાગના વડા ઉપસ્થિત રહ્યાં હતાં. હેલ્થ કમિશનરે જે ડૉક્ટરોએ હજૂ સુધી કોરોના વેક્સિન લીધી નહોંતી તેમને બોલાવી ખખડાવ્યા હતા અને સાંજે ચાર વાગ્યા સુધીમાં ફરજિયાત વેક્સિન લઈ લેવા દબાણ કર્યું હતું.
સિવિલ હોસ્પિટલના ઘણા સિનિયર ડૉક્ટર્સે હજૂ કોરોના વેક્સિન લીધી નથી. ડૉક્ટરોના જણાવ્યાં પ્રમાણે કોરોના વેક્સિન સ્વૈચ્છિક લેવાની હોય છે જેથી આ મામલે કોઈ દબાણ કરી શકે નહીં. વેક્સિન લીધા પછી રિએક્શન, એલર્જી અથવા સાઈડ ઈફેક્ટ થાય તો તેની જવાબદારી સરકાર લેશે ખરી તેમ ડૉક્ટરોએ બળાપો કાઢ્યો હતો.
ડૉ. કમલેશ ઉપાધ્યાય, ડૉ. નીલિમા ઉપાદ્યાય, ડૉ. રાજેશ સોલંકી, ડૉ. કાર્તિક પરમાર, ડૉ. પંકજ અમીન, ડૉ. બી.કે.અમીન, ડૉ. ભગીરથ સોલંકી સહિતના ઘણા સિનિયર ડૉક્ટર્સ અને રેસિડન્ટ્સ ડૉક્ટરને હજૂ વેક્સિન લેવાની બાકી હતી. સોમવારે કમિશનરે દબાણ કર્યા બાદ ડૉક્ટર્સે બીકના માર્યા વેક્સિન લેવી પડી હોવાનું જાણવા મળ્યું છે. સોમવારે સિવિલ હોસ્પિટલમાં કુલ 642 લોકોને વેક્સિન અપાઈ હતી. જેમાં બી.જે.મેડિકલના 197 વિદ્યાર્થીઓ અને ડૉક્ટર્સનો સમાવેશ થયો હતો.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.