તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાનાણીના આક્ષેપ સામે CMનો જવાબ:સહાય થતી ન હોય તેવા અમરેલીમાં સરકારે 310 કરોડ ચૂકવ્યા: રૂપાણી

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કિસાન સહાય યોજનામાં એકને ગોળ અને બીજાને ખોળ: ધાનાણીનો આક્ષેપ
 • ખેડૂતોની વિમો નથી મળતો તેવી ફરિયાદ દૂર કરવા યોજના મૂકી: CM

રાજ્ય વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરીકાળમાં અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ દરમિયાન મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનું વાસ્તવિક અમલ કરવામાં આવ્યો નથી તેવો કોંગ્રેસના સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દૂધાતે પ્રશ્ન કર્યો હતો. આ પ્રશ્નમાં પૂરક પ્રશ્ન કરતા વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ એવો આક્ષેપ કર્યો હતો કે,મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં સહાય આપવામાં વ્હાલદવાલપણું રખાય છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જ વિપક્ષના નેતાને જવાબ આપતા કહ્યું હતું કે, નિયમ પ્રમાણે અમરેલીમાં સહાય ચુકવવાની થતી નથી તે અમરેલીમાં પણ રૂ. 310 કરોડ સરકારે ચુકવ્યા છે. સરકારને એવી ફરિયાદ મળી હતી કે, ખાનગી કંપનીઓ પ્રિમિયમ લઇ જાય છે,પણ ખેડૂતોને સહાય ચુકવતી નથી. ખેડૂતોને સહાય મળી રહે તેટલા માટે જ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ચાલુ કરી છે. વિપક્ષના નેતા ધાનાણીએ કહ્યુ હતું કે, ઘોઘા તાલુકામાં સરકારે સહાય ચુકવી છે, પણ બીજા અન્ય એવા 108 તાલુકા છે, જેમાં સરકારે સહાય ચુકવવાની થાય છે, છતા ચુકવી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો