ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:સરકાર દર વર્ષે 22000 કરોડ વ્યાજ ચૂકવે છે, 43% ખેડૂત દેવામાં; 2.73 લાખ લોકોનાં ઘર ગિરવે

અમદાવાદ17 દિવસ પહેલાલેખક: ગૌરવ તિવારી
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • મફતની ‘રેવડી’ની ચર્ચા વચ્ચે ગુજરાત સરકાર પર 3.5 લાખ કરોડનું દેવું, દરેક વ્યક્તિ સરેરાશ 46 હજાર રૂપિયાનો દેવાદાર
  • 80000 લોકો પર્સનલ લોનના સહારે, સબસિડી પણ 22000 કરોડ પાર થઇ
  • આ આંકડાનો સ્રોત બજેટ ભાષણ, સરકારી વેબસાઇટ અને CAGના રિપોર્ટસ છે...

‘મફતની રેવડી’ને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે ત્યારે દિવ્ય ભાસ્કરે સરકારની આર્થિક સ્થિતિ ચકાસી હતી. પરિણામો ચોંકાવનારા હતા. ગુજરાત સરકાર 3.5 લાખ કરોડ રૂપિયાના દેવા હેઠળ છે. એટલું જ નહીં સરકાર દર વર્ષે 20થી 22 હજાર કરોડ આ દેવાનું વ્યાજ ચૂકવવા પાછળ ખર્ચ કરી રહી છે. ગત 5 વર્ષમાં 1 લાખ કરોડ રૂપિયા ફક્ત વ્યાજ ચૂકવવા પાછળ ખર્ચાયા છે. આ આંકડા ભાસ્કરના નહીં પણ રાજ્ય સરકારના છે. જે નિવેદનો, બજેટ ભાષણો અને સરકારી વેબસાઈટના દસ્તાવેજોથી મેળવવામાં આવ્યા હતા.

નાણામંત્રીએ બજેટમાં ભાષણમાં સ્વીકાર્યું હતું કે ગુજરાતનું જાહેર દેવું 3.50 લાખ કરોડ રૂપિયાને પાર થઈ ચૂક્યું છે. 2019-20માં આ દેવાના વ્યાજ તરીકે 20 હજાર કરોડ અને 2020-21માં 22 હજાર કરોડ રૂપિયા ચૂકવાયા છે. ગત 5 વર્ષમાં પ્રતિ વ્યક્તિ આવક 58 હજાર રૂ. વધી પણ પ્રતિ વ્યક્તિ સરેરાશ 46 હજાર રૂ.ના દેવા હેઠળ દબાયેલી છે. એપ્રિલમાં કેગે તેના રિપોર્ટમાં દાવો કર્યો હતો કે 2010-11 બાદ પહેલીવાર સરકારી ખોટ મર્યાદાથી ઉપર જતી રહી. રાજ્યના જાહેર ઉપક્રમોને 30 હજાર 400 કરોડની ખોટ ગઈ. રાજ્ય સરકાર દ્વારા અપાતી સબસિડી 5 વર્ષમા 13 હજાર કરોડથી વધી 22 હજાર કરોડ રૂ. થઈ ચૂકી છે.

બીજી બાજુ રાજ્યના 43% ખેડૂતો દેવાના જાળમાં ફસાયેલા છે. રાજ્યના 2.73 લાખ લોકોએ પોતાના ઘર ગિરવે મૂકી 26 હજાર કરોડ રૂ.ની લોન ઉપાડી છે. 80 હજાર લોકો પર્સનલ લોન લઈને ઘર ચલાવી રહ્યા છે. આ સૌની વચ્ચે એડીઆરનો રિપોર્ટ દાવો કરે છે કે 27 વર્ષથી સત્તામાં બિરાજિત ભાજપની કમાણી 5200 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. નવા મંત્રીમંડળના 25 સભ્યોમાંથી 76% એટલે કે 19 મંત્રી કરોડપતિ છે.

5 વર્ષમાં પ્રતિ વ્યક્તિ આવક 58000 વધી

વર્ષપ્રતિ વ્યક્તિ આવક
2015-16139254
2016-17156295
2017-18176961
2018-19197457
2019-20213936
2020-21214809

(માહિતી ગુજરાત સરકાર આર્થિક રિવ્યૂ, બજેટ)

સરકારી દેવું 5 વર્ષમાં 1 લાખ કરોડ રૂપિયા વધીને 3.50 લાખ કરોડ થયું
ગુજરાત સરકાર પર ગત 5 વર્ષમાં સવા લાખ કરોડ રૂ. દેવું વધી ગયું છે. તે ઉપરાંત સરકાર દર વર્ષે 22 હજાર કરોડ રૂ. વ્યાજ ચૂકવી રહી છે. 2017-18માં સરકારનું જાહેર દેવું 1,96,809 કરોડ હતું. તે 2022 આવતા આવતા વધીને 3,20,812 કરોડ રૂ. થઈ ગયું છે.

વર્ષસરકાર પર દેવું
2017-181.96 લાખ કરોડ
2018-192.17 લાખ કરોડ
2019-202.67 લાખ કરોડ
2020-213.00 લાખ કરોડ
2021-223.50 લાખ કરોડ

5 વર્ષમાં સરકારે 1 લાખ કરોડ વ્યાજના ચૂકવ્યા, 93 હજાર કરોડ સબસિડી ખર્ચ
ગત 5 વર્ષોમાં સરકાર ઉપર દેવાની સાથે જ તેના બદલામાં અપાતા વ્યાજનો બોજો પણ ઝડપથી વધ્યો છે. સરકારી આંકડાના હિસાબે સરકારે ગત 5 વર્ષમાં જાહેર દેવાના વ્યાજ તરીકે 1,00,604 કરોડ રૂ. ભરી ચૂકી છે. જોકે 93,787 કરોડ રૂ. સબસિડી તરીકે આપી ચૂકી છે.

વર્ષવ્યાજ ચૂકવ્યુંસબસિડી
2017-1817,146 કરોડ13621 કરોડ
2021-2223063 કરોડ22323 કરોડ
  • સબસિડી પાછળનો ખર્ચ ત્રણ વર્ષમાં 13 હજાર કરોડથી વધીને 22 હજાર કરોડ થયો છે. જ્યારે વ્યાજ ચુકવણી 23 હજાર કરોડ રૂપિયા થઈ છે.

સરકાર 27% સુધી લોન લઈ શકે છે, હાલ 15% જ છે: એક અધિકારી
સરકાર વિકાસના કાર્યો માટે લોન લે છે. નિયમ અનુસાર સરકાર 27% સુધી લોન લઈ શકે છે. અત્યાર સુધી 15% લોન લીધી છે, જે સામાન્ય છે. લોન 7%ના હિસાબે જ વધી છે. જો તે 12 સુધી પહોંચશે તો નાણાકીય મુશ્કેલી માની શકાય. - સરકારના ઉચ્ચ અધિકારીના જણાવ્યા પ્રમાણે

40.36 લાખ ખેડૂત ખેતી કરે છે, તેમાં 43%એ લોન લીધી

ખેડૂત પરિવારવર્ષ-2017વર્ષ-2021

ગ્રામીણ વિસ્તારોમાં પરિવાર

58.71 લાખ66.02 લાખ

ખેતી કરનારા પરિવાર

39.30 લાખ40.36 લાખ
લોન લેનારા ખેડૂત16.74 લાખ17.14 લાખ

ટકાવારીમાં (લોન લેનારા)

42.60%42.50%

ગ્રામીણ પરિવારની માસિક આવક

7926 રૂપિયા12631 રૂપિયા

ક્રેડિટ લોન લેનારા લોકોની સંખ્યા 25% વધી

એનબીએફસી એટલે કે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીના સૂત્રો મુજબ માહિતી અનુસાર ગત વર્ષમાં ક્રેડિટ પર લોન લેનારા લોકોની સંખ્યા ઝડપથી વધી છે. 2020ની તુલનાએ 2021માં તે 25% વધી ગયા. 2019-20માં પર્સનલ લોન લેનારા લોકોની સંખ્યા માત્ર એનબીએફસીમાં જ 80,280 હતી જે 2020-21માં વધીને 1,00,390 પર પહોંચી ગઈ છે. લોન લેનારા લોકોની સાથે ડિફોલ્ટરોની સંખ્યા પણ વધી. 2019-20માં જ્યાં એનપીએ એટલે કે નોન પર્ફોમિંગ એસેટ 1.06 હતી તે 2020-21માં વધીને 1.92 થઈ ગઈ હતી.

આ દાવો પણ ADRનો - ભાજપની સંપત્તિ 5000 કરોડ પાર
ગત દિવસોમાં એડીઆરએ એક રિપોર્ટ જારી કર્યો હતો જે મુજબ ગુજરાત ભાજપ પાસે 5200 કરોડ રૂ.ની સંપત્તિ છે. આ સંપત્તિ જુદા જુદા ક્ષેત્રોથી મળતા દાન-ફંડથી બની છે. એડીઆર મુજબ 2020-21માં ભાજપને 477 કરોડ રૂ. દાનમાં મળ્યા હતા. ભાજપ તો છોડો ગત વર્ષે 27 વર્ષથી સત્તાથી દૂર કોંગ્રેસના નેતાઓની કમાણી પણ દિવસે ને દિવસે વધી છે. ભરતસિંહ સોલંકીની સંપત્તિ 2004માં જ્યાં 9.96 લાખ હતી તે 2012માં 5.47 કરોડની થઈ ગઈ. એટલે કે તેમાં 53 ગણો વધારો થયો. જ્યારે પરેશ ધાનાણીની સંપત્તિ 2007માં 6.97 લાખથી વધીને 2019માં 1.43 કરોડ થઈ ગઈ.

રાજકીય પક્ષોને મળેલા દાનમાં ભાજપ સૌથી આગળ

પાર્ટીનું નામ2019-202020-21
ભાજપ785.77477.55
કોંગ્રેસ139.0274.52
એનસીપી59.9526.26
સીપીએમ19.6912.9

(સ્ત્રોત: એડીઆર, આંકડા રૂપિયા કરોડમાં)

​​​​​​​પૂર્વ અને વર્તમાન મંત્રીઓની સંપત્તિમાં 400થી 1200%નો વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...