કેબિનેટની બેઠક:ગાંધીનગરમાં સરકારની બેઠકોનો દોર શરુ થયો, વેક્સિનેશન, સ્કૂલ ફી અને વધતી ગુનાખોરી અંગે નિર્ણય લેવાઈ શકે

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • ગાંધીનગરમાં પ્રથમ કેબિનેટની બેઠક યોજાશે ત્યાર બાદ ગૃહમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે.

આજે ગુજરાત સરકારનો બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. સૌ પ્રથમ કેબિનેટની બેઠક યોજાશે. જેમાં રસીકરણ, વેક્સિનનો ડોઝ અને સ્કૂલ ફી મામલે નિર્ણય થઈ શકે છે. તે ઉપરાંત બપોર બાદ રાજ્યમાં વધતી ગુનાખોરી અંગે ગૃહમંત્રીની અધ્યક્ષતામાં સ્વર્ણિમ સંકુલ ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે. જેમાં સાયબર ક્રાઈમ, ઈકોનોમિક ઓફેન્સ,એનડીપીએસ સહિતના ગુનાને ડામવા વિસ્તૃત ચર્ચા કરાશે. ગૃહ વિભાગના અધિકારીઓ તથા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓને બેઠકમાં હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો છે.

કલેક્ટર- ડીડીઓ સાથે સીએમની કોન્ફરન્સ
રાજ્યમાં કોરોનાના સંક્રમણ સામે રસીકરણ ઝુંબેશ એકાએક ધીમી પડી છે અને પૂરતો જથ્થો નહીં હોવાથી અનેક સેન્ટરો બંધ કરી દેવા પડ્યાં છે. લોકો ધક્કા ખાઈને પરત ફરી રહ્યા છે. રસીકરણના આંકડામાં પણ મોટો ઘટાડો આવ્યો છે. બીજી તરફ ગાંધીનગરમાં બોલાવાયેલી કલેક્ટર-ડીડીઓની કોન્ફરન્સમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાની ત્રીજી લહેર સામે લડવા મહત્તમ વેક્સિનેશન માટે કલેક્ટર અને ડીડીઓને સૂચના આપી હતી. એક તરફ રાજ્યમાં રસીનો પૂરતો સ્ટોક ક્યારે આવશે તે નક્કી નથી ત્યારે વેક્સિનેશન વધારવાની સૂચના મળતા અધિકારીઓમાં પણ ગણગણાટ શરૂ થઈ ગયો હતો.

મુખ્યમંત્રી રૂપાણીએ કલેક્ટરો અને ડીડીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક કરી હતી.
મુખ્યમંત્રી રૂપાણીએ કલેક્ટરો અને ડીડીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક કરી હતી.

વેપારીઓના વેક્સિનેશનની સમય મર્યાદા પર વિચારણા થઈ શકે
વેક્સિનેશન અછત મામલે વેપારીઓને વેક્સિન આપવાની સમય મર્યાદા માટે સરકાર પુનઃવિચારણા કરી શકે છે. અમદાવાદ શહેરમાં નાના-મોટા 25000થી વધુ વેપારીઓ છે જે તમામ હાલ સરકારની જાહેરાત અંગે અસમંજસની સ્થિતિ છે. સાથે જ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે અકસ્માતમાં શ્રમજીવીઓના મૃત્યું સંદર્ભે ઉચ્ચ પોલીસ અધિકારીઓને ઘનિષ્ઠ તપાસ હાથ ધરવાની સૂચના આપી હોવાનું જણાવ્યું હતું.