તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Government Instructs To Prepare 600 Ventilator Beds In Ahmedabad Civil, Out Of Total 1 Thousand Patients Currently 10% Patients Are Ventilator

કોરોના વિસ્ફોટ:અમદાવાદ સિવિલમાં 600 વેન્ટિલેટર બેડ તૈયાર કરવા સરકારે સૂચના આપી, કુલ 1 હજાર દર્દીઓમાંથી હાલ 10 ટકા દર્દીઓ વેન્ટિલેટર છે

અમદાવાદ10 મહિનો પહેલા
સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે ( ફાઈલ ફોટો) - Divya Bhaskar
સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે ( ફાઈલ ફોટો)
  • સિવિલ હોસ્પિટલમાં નવા વોર્ડ બનાવવામાં આવી રહ્યાં છે
  • સિવિલ કેમ્પસની ચાર હોસ્પિટલોમાં કુલ 1 હજાર દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે

અમદાવાદ શહેરમાં કોરોનાના દર્દીઓમાં મોટો વધારો થઈ રહ્યો છે. જેના કારણે હોસ્પિટલમાં પણ નવા વોર્ડ બનાવવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. હાલમાં શહેરની સિવિલ કેમ્પસમાં એક હજાર જેટલાં દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યાં છે. જેમાં 10 ટકા દર્દીઓ વેન્ટિલેટર પર છે. કોરોનાની સ્થિતિને જોતાં સરકારે સિવિલમાં વધુ 600 વેન્ટિલેટર બેડ તૈયાર કરવાની સૂચના આપી છે.

તાજેતરમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી
તાજેતરમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી

સિવિલમાં 10 ટકા દર્દીઓ વેન્ટિલેટર પર છે
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ વધી રહ્યાં છે. આજે સિવિલ હોસ્પિટલમાં 700 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. તેની સાથે હવે સિવિલ કેમ્પસમાં સ્થિત યુ.એન.મહેતા, કિડની અને કેન્સર હોસ્પિટલમાં પણ દર્દીઓને દાખલ કરવામાં આવી રહ્યાં છે. લૉકડાઉન સમયે જે રીતે હોસ્પિટલમાં દર્દીઓ વધી રહ્યાં હતાં. એવી જ પરિસ્થિતિ હાલમાં સર્જાઈ છે. સિવિલ કેમ્પસમાં આવેલી ચાર હોસ્પિટલમાં એક હજાર કરતાં વધુ દર્દીઓ છે. જેમાં 10 ટકા દર્દીઓ વેન્ટિલેટર પર છે.

સિવિલ હોસ્પિટલના સુપ્રિડેન્ટેન્ડ જે.પી.મોદી
સિવિલ હોસ્પિટલના સુપ્રિડેન્ટેન્ડ જે.પી.મોદી

વેન્ટિલેટર બેડ તૈયાર કરવાની કામગીરી શરુ કરાઈ
સિવિલ હોસ્પિટલમાં ગંભીર દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે સરકારે સિવિલ તંત્રને વધુ 600 વેન્ટિલેટર બેડ તૈયાર કરવાની સૂચના આપી છે. ત્યારે તંત્ર દ્વારા સરકારની સૂચનાને આધારે તૈયારી પણ શરૂ કરી દીધી છે. તે ઉપરાંત સિવિલ કેમ્પસમાં બે નવા વોર્ડ પણ બનાવવામાં આવી રહ્યાં છે. જ્યાં જરૂર પડ્યે વધુ દર્દીઓને સારવાર હેઠળ દાખલ કરવામાં આવશે. આ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ જે.પી.મોદીએ કહ્યું હતું કે સિવિલમાં હાલમાં D4 અને D5 એમ બે વોર્ડ હતાં જે વેન્ટિલેટરી વોર્ડ હતાં. જેમાંથી એક વોર્ડ આજ સાંજ સુધીમાં કાર્યરત થઈ જશે અને આવતી કાલ સાંજ સુધીમાં બીજો વોર્ડ પણ કાર્યરત થઈ જશે.