તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર યથાવત્:સરકારના આંકડા આટલા ડરાવનારા છે, તો વિચારો... સાચા આંકડા કેટલા ભયાનક હશે; રાજ્યમાં કુલ 3160 નવા કેસ નોંધાયા; 15 લોકોનાં મોત થયાં

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • અમદાવાદમાં 773, સુરતમાં 603 નવા કેસ નોંધાયા

સોમવારે સરકારે જાહેર કરેલા આંકડા મુજબ ગુજરાતમાં કોરોનાના નવા 3,160 કેસ નોંધાયા હતા તથા સુરતમાં 7, અમદાવાદમાં 6 સહિત રાજ્યભરમાં વધુ 15 મોત થયા હતા. અમદાવાદમાં નવા 773 કેસ નોંધાયા હતા તો સુરતમાં 603, રાજકોટમાં 283 અને વડોદરામાં 216 કેસ નોંધાયા હતા. પણ કોરોનાના હૉટસ્પોટ એવા ચાર શહેરોની જમીની વાસ્તવિકતા જે સ્થિતિ દર્શાવી રહી છે તે વધુ ચિંતાજનક છે તેથી લોકો નિયમો પાળે અને રસી લે એ હિતાવહ છે.

સુરતમાં કચરો ઉપાડવાના મહાનગરપાલિકાના વાહનમાં દર્દીઓનો જીવ બચાવતા વેન્ટિલેટર લઈ જવાતા હોય એવો વીડિયો સોમવારે બહાર આવતા લોકોએ આ બેદરકારીની ટીકા કરી હતી.
સુરતમાં કચરો ઉપાડવાના મહાનગરપાલિકાના વાહનમાં દર્દીઓનો જીવ બચાવતા વેન્ટિલેટર લઈ જવાતા હોય એવો વીડિયો સોમવારે બહાર આવતા લોકોએ આ બેદરકારીની ટીકા કરી હતી.

અમદાવાદ - 20 ટનની ઓક્સિજન ટેન્ક બે વાર ભરવી પડી રહી છે
સિવિલમાં ઓક્સિજનની જરૂરવાળા દર્દીઓ વધતાં 20 ટનની ઓક્સિજન ટેન્ક બે વાર ભરવી પડે છે. સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલોમાં કુલ 4200થી વધુ બેડ ભરાઈ ગયાં છે. શહેરમાં હાલ 75 ટકા નાગરિકો હોમ આઇસોલેશનમાં છે. રેમડેસિવીર ઇન્જેક્શન માટે લાંબી કતારો હતી, સિવિલ, સોલા સિવિલ એસવીપીમાં એના માટે વ્યવસ્થા ઊભી કરાઈ છે.

સુરત - પાર્કિંગમાં 300 બેડ નાખવા પડ્યા, ઇન્જેક્શનની અછત
સુરતની વિવિધ હૉસ્પિટલોની બહાર રેમડેસિવીર ઇન્જેક્શન નથી એવા લખાણ વાંચવા મળે છે. હૉસ્પિટલોમાં બેડ ખાલી નહીં હોવાથી ગંભીર ન હોય એવા દર્દીઓને હોટેલમાં રૂમ રાખીને ખસેડવામાં આવી રહ્યા છે. કેટલીક હૉસ્પિટલમાં પાર્કિંગની જગ્યામાં 300 બેડ ઉભા કરાયા છે. અટેન્ડન્ટ નહીં હોવાથી દર્દીનાં સગા સ્ટ્રેચર લઈ જતા હોય એવા દૃશ્યો જોવા મળે છે.

વડોદરા - રાજ્યનો 25% ઓક્સિજન વપરાશ એકલા વડોદરામાં
વિવિધ હૉસ્પિટલોમાં અત્યારે 6 હજારથી વધુ દર્દીઓ દાખલ છે તથા અગાઉ સરેરાશ રોજના 40 મોત થતા હતા. પણ સોમવારે શહેરની હૉસ્પિટલોમાં સૌથી વધુ 55 મોત થયા હતા. સૌથી વધુ દર્દીઓ ઓક્સિજન બેડ અને વેન્ટિલેટર પર વડોદરામાં સારવાર લઇ રહ્યાં છે. રાજ્યમાં ઓક્સિજનના કુલ વપરાશના શહેરમાં 25 ટકા કરતા વધુ વપરાશ વડોદરામાં થાય છે.

રાજકોટ - સ્મશાનમાં 2 કલાક વેઇટિંંગ 3500 ઇન્જેક્શન ખપી ગયાં
વિવિધ સ્મશાનમાં રોજ 25 મૃતદેહોનો કોવિડ પ્રોટોકોલથી અગ્નિદાહ થાય છે. રેમડેસિવીર ઇન્જેક્શનની તંગી છે. એક દિવસમાં 3500 ઇન્જેક્શન આવ્યા જે તુરંત વપરાયા હતા. ખાનગી હૉસ્પિ.માં દાખલ દર્દીના સ્વજનોને ઇન્જેક્શન માટે ભટકવું પડે છે. સિવિલ હોસ્પિ.ની ટેસ્ટિંગ લેબમાં 2500 સેમ્પલ રોજ આવતા હોવાથી ક્યારેક રિપોર્ટમાં બે દિવસ થઈ જાય છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો