કોન્ટ્રાક્ટરો વિફર્યા:સરકારી કોન્ટ્રાક્ટરો પણ ભાવ વધારા માટે મેદાનમાં, 40%નો વધારો માગ્યો

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • રો-મટીરિયલમાં ભાવ વધારાથી જૂના ભાવે કામ પૂરા થઈ શકે તેમ ન હોવાની દલીલ

કોરોના બાદ દરેક વસ્તુના ભાવમાં વધારો થયો છે. જેની અસર અસર બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરો ઉપર પડી છે. સ્ટીલ, સિમેન્ટ, ડામર, રેતી, કપચી, ઇંટો, ટ્રાન્સપોર્ટેશનના ભાવમાં 30થી 40 ટકા ભાવ વધારો થતાં ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનની મીટિંગમાં સરકારી કામોમાં 40 ટકા વધારો આપવા માટે ઠરાવ કરાયો હતો. મીટિંગમાં રાજ્યના 200થી વધારે સભ્યો હાજર રહ્યા હતા. ચર્ચા-વિચારણા અંતે સરકારી કામો મંજૂર થયેલા ટેન્ડરના ભાવથી પૂરા કરવા અશક્ય હોવાથી મીટિંગમાં સર્વાનુમતે રાજ્ય સરકારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસિએશનના ચેરમેન અરવિંદ પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા વગેરે જગ્યાએ વિવિધ પ્રોજેક્ટની કામગીરી કરતાં સરકારી કોન્ટ્રાક્ટરો બાંધકામ ક્ષેત્રે વપરાતા મટિરિયલ વગેરેમાં કૂદકે-ભૂસકે વધતા ભાવ વધારાથી હાલત કફોડી બની છે. આ ભાવે કામ કરવું પોસાય તેમ નથી. હાલમાં રાજ્ય સરકાર અને મહાનગરપાલિકાઓ દ્ધારા આરબીઆઇ ઇન્ડેક્સ મુજબ ભાવ વધારો ચૂકવવામાં આવે છે. જે માર્કેટેબલ ભાવ કરતા ઘણો જ ઓછો હોય છે.

​​​​​​​કોન્ટ્રાકટરોના જે સ્ટેજે કામ ફાઇનલ થયા હોય તે સ્ટેજે બિલ કરી કામમાંથી મુક્ત કરવા તેમજ સરકાર દ્વારા 15 દિવસમાં સ્વીકારવામાં ન આવે તો ગુજરાત રાજ્યના જાહેર બાંધકામને લગતા તમામ પ્રકારના નવા કામોના ટેન્ડરો ભરવાના બંધ કરવા અને ટેન્ડર ભરવાની ડિજિટલ કી જિલ્લા પ્રમુખોને સોંપી દેવી.

અન્ય સમાચારો પણ છે...