તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાઇકોર્ટમાં કરેલા સરકારનું સોગંદનામું:રાજ્યમાં હજુ 200 ટન ઓક્સિજનની ઘટ હોવાની સરકારની એફિડેવિટ; RTPCR વધાર્યાનો દાવો કર્યો

અમદાવાદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
હાઇકોર્ટની ફાઇલ તસવીર - Divya Bhaskar
હાઇકોર્ટની ફાઇલ તસવીર
 • 1190 ટનની જરૂરિયાત સામે કેન્દ્ર સરકાર 975 ટનનો જથ્થો પૂરો પાડે છે

રાજ્યમાં 1190 મેટ્રીક ટન ઓક્સિજનની જરૂર સામે કેન્દ્ર 975 મેટ્રીક ટન ઓક્સિજન પૂરો પાડે છે જ્યારે બાકીનો જથ્થો રાજ્ય સરકાર અન્ય રીતે મેળવતી હોવાનો દાવો ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરાયેલી એફિડેવીટમાં સરકારે કર્યો છે. રેમડેસિવિરના ડોઝમાં પણ અમદાવાદ જિલ્લાને કુલ જથ્થાના 25.44 ટકા આપી દેવામાં આવે છે. એફિડેવીટમાં જણાવાયું છે કે, રાજ્ય સરકારની માગણીને કારણે કેન્દ્રએ 200 મેટ્રીક ટન જેટલો વધારે મેડિકલ ઓક્સિજનનો જથ્થો આપ્યો છે. રાજ્ય કક્ષાએ સરકારે ઓક્સિજન સપ્લાય માટે કંન્ટ્રોલરૂમ પણ તૈયાર કર્યો છે.

પહેલા કોરોના વેવમાં 50 હજાર બેડ હતા ત્યાં 1 મેની સ્થિતિએ 1,03,033 બેડ ઉભા કરવામાં આવ્યા છે. જીએમડીસી ખાતેના ધનવંતરી હોસ્પિટલમાં પણ 2જી મેની સ્થિતિએ 641 જેટલા દર્દીઓ દાખલ થયા છે. સરકારે કહ્યું છેકે, તેમણે આરટીપીસીઆરના મશીનો વધારીને ટેસ્ટની સંખ્યામાં મોટો વધારો કર્યો છે. સરકાર પાસે જ 72 મશિનો છે. ટેસ્ટ માટે તમામ લેબરોટરી જે અગાઉ 2 શીફ્ટમાં ચાલતી હતી તે હવે 24 કલાક ચાલે છે.

રાજ્યભરમાં ઉપલબ્ધ વિવિધ કેટેગરીના બેડ

ક્રિટીકલ બેડ63026

વેન્ટીલેટર સિવાયના બેડ

17807

કોવિડ કેર સેન્ટરના બેડ

22200
ઓક્સિજન બેડ57808
આઇસીયુ બેડ13513
વેન્ટીલેટર બેડ6452

​​​​​​​હાઇકોર્ટમાં સરકારે આ રજૂઆતો કરી

 • હાઇકોર્ટના આદેશથી અમદાવાદમાં 108 મારફતે જ મ્યુનિ. હોસ્પિટલ અને મ્યુનિ. ક્વોટાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવાની પોલીસી રદ.
 • કોરોનાના ચેન તોડવા માટે હાઇકોર્ટે આપેલા આદેશ બાદ સરકારે એક નોટીફીકેશન બહાર પાડી 29 શહેરોમાં રાત્રે 8 થી સવારે 6 સુધી કરફ્યુ લાદી કેટલાક નિયંત્રણો મુક્યા છે. દુકાનોને પણ બંધ કરવા આદેશો આપ્યા છે.
 • આરટીપીસીઆર ટેસ્ટ માટે પણ સરકારે નવા મશીનો મંગાવીને તેને ચાલુ કર્યા છે. 26 યુનિવર્સિટી પૈકી 5માં કોરોના ટેસ્ટીંગ શરૂ કર્યું છે. બાકીની 21 માટે નોડલ ઓફિસરની નિમણૂંક કરી કામગીરી શરૂ થશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો