તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દીપોત્સવ ઉજવણી:ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવની હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે ઉજવણી કરવામાં આવી

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભગવાન શ્રીકૃષ્ણએ ઈન્દ્રના ક્રોધ અને અત્યાચાર સામે વ્રજવાસીઓનું રક્ષણ કરવા પોતાની ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ઉંચકયો હતો..આ પ્રંસગની યાદગીરી નિમિતે કારતક દીપોત્સવ ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે આજે ગોવર્ધનપૂજા અને અન્નકૂટ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો.

ભગવાન ગોવર્ધન પર્વતની પૂજા કરવા જણાવે છે
ગોવર્ધનપૂજા અને અન્નકૂટ મહોત્સવની મહત્તા વિશે જણાવતા હરેકૃષ્ણ મંદિર,ભાડજના અધ્યક્ષ સ્વામી જગનમોહન કૃષ્ણ દાસાએ જણાવ્યું કે “જ્યારે સર્વ શક્તિમાન ભગવાન શ્રીકૃષ્ણએ નિહાળ્યું કે વ્રજવાસીઓ ઈન્દ્રયજ્ઞ કરી રહ્યા છે. ત્યારે ભગવાનશ્રી એ કહ્યું કે તેઓએ ઈન્દ્રની પૂજા છોડી દઈને ગોવર્ધન પર્વતની પૂજા કરવી જોઈએ. આ વાત જાણીને ઈન્દ્ર ક્રોધીત થાય છે અને વ્રજવાસીઓ પર વિનાશકારી વરસાદ વરસાવે છે. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ પોતાના ડાબા હાથની ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વતને ઉંચકી લે છે અને બધા વ્રજવાસીઓને તેની છાયામાં સતત સાત દિવસ સુધી આશ્રય આપે છે.

ગોવર્ધન પર્વત મારા સમાન જ પૂજનીય
ઈન્દ્ર પોતે કરેલ દુષકૃત્ય પ્રત્યે સભાન થાય છે અને ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ ક્ષમા યાચના કરે છે. આથી સર્વ શક્તિમાન ભગવાન જણાવે છે કે જે ભક્ત પોતાની શરણમા રહશે તેમજ તેમની ભાવપૂર્વક ભક્તિ કરવામાં વ્યસ્ત રહેશે તે ભક્ત બધા જ બંધનથી મુક્ત થાય છે અને બીજા કોઈ દેવીદેવતાઓની સાંસારિક વસ્તુની કૃપા મેળવવા પૂજા કરવાની રહેતી નથી. આ શુભ પ્રસંગને શ્રીમદ્ ભાગવતના દશમાં સ્કંધમાં ગોવર્ધનલીલા તરીકે વર્ણવવામાં આવ્યો છે જેમાં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે ગોવર્ધન પર્વત એ પોતાનું એક સ્વરૂપ છે અને મારા સમાન જ પૂજનીય છે.

ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવની ઉજવણી
ભગવાન શ્રીકૃષ્ણ કરેલા અમૂર્તકલ્પનારૂપ આ લીલાની યાદગીરી રૂપે હરેકૃષ્ણ મંદિર,ભાડજ દ્રારા વાર્ષિક ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવની ઉજવણી મંદિર ખાતે કરવામાં આવી જેમાં આશરે 150 કરતા પણ વધુ જુદા જુદા વ્યંજનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સૌને આકર્ષિત અને અતિમોહક ભગવાન શ્રી શ્રી રાધામાધવને ભવ્ય “સ્વર્ણરથ” માં શાનદાર સવારી કરાવવામાં આવી જેમાં ભકતો ભગવાન શ્રી કૃષ્ણના ગુણગાન ગાતા સંકિર્તન ગાઈને જોડાયા હતા. હાલની મહામારીની પરિસ્થિતિને ધ્યાને રાખી મંદિર પરિસરમાં સરકાર દ્વારા આપેલ બધા નિયમોનો ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું.

ઉત્સવમાં ગૌ-પૂજા પણ કરવામાં આવી
કેક અને વિવિધ જાતના કૂકીસ, વ્યંજનો વિગેરે દ્રારા બનાવેલ આશરે 500 કિલોગ્રામ વજન ધરાવનાર ગોવર્ધન પર્વતની પ્રતિકૃતિ સૌના ઉલ્લાસનું કેન્દ્ર બન્યું હતુ. ગોવર્ધન પર્વત માટે ઉપયોગમાં લેવાયેલા કેક અને કૂકીસને સંપૂર્ણપણે મંદિરમાં જ ભકતો દ્રારા બનાવવામાં આવ્યા છે જે 100 ટકા શુદ્ધ અને શાકાહારી હતું. ઉત્સવ દરમિયાન ગૌ-પૂજા પણ કરવામાં આવી હતી. ગાયોને સુંદર રેશ્મી વસ્ત્રોથી શણગારવામાં આવી અને પરંગપરાગત રીતે ગોળ અને કેળા અપર્ણ કરવામાં આવ્યા હતા. ભક્તોએ પણ ગાયની પૂજા-પ્રાર્થના કરી અને ગોવર્ધન પર્વતની પ્રદક્ષિણા હતી. ઉત્સવના અંતમાં કેક અને બીજા વ્યંજનોને ભકતોમાં પ્રસાદરૂપે વહેંચવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો