તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અન્નકુટોત્સવ:બેસતાવર્ષના દિવસે ઇસ્કોન મંદિરમાં 108 કિલો ચોખ્ખા ઘીનાં શીરાનો ગોવર્ધન પર્વત બનાવાશે, 400થી વધુ વાનગીઓનો અન્નકૂટ ધરાવાશે

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોના મહામારીમાં ભક્તોને દર્શન માટે મંદિર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી

અમદાવાદ ખાતેના ઈસ્કોન મંદિરમાં 16 નવેમ્બરે ગોવર્ધન પૂજાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ઇસ્કોન મંદિરમાં બેસતા વર્ષના દિવસે ભગવાનને 400થી વધુ વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવશે, તે ઉપરાંત 108 કિલો ચોખ્ખા ઘીના શીરાનો ગોવર્ધન પર્વત બનાવવામાં આવશે. ગોવર્ધન પર્વત બનાવવાની કામગીરી બેસતાવર્ષના આગળના દિવસથી જ શરુ કરવામાં આવશે. ભક્તો દ્વારા આખી રાત પર્વત બનાવવા માટે શીરો બનાવાશે.સોમવારે મંદિરમાં સવારે 04.30 કલાકે મંગળા આરતીથી સમગ્ર કાર્યક્રમ શરૂ થઇ જશે. ગોવર્ધન પૂજાની સાથે, ઇસ્કોન મંદિર માં ગૌ-પૂજા નો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સવારે 09.30 વાગ્યે ગૌ પૂજા તથા નવી ગૌ શાળાનું ઉદ્ઘાટન થશે.

કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાશે
ઇસ્કોન મંદિરના પ્રમુખ કલાનાથ ચૈતન્ય દાસજી એ જણાવ્યું કે, દર વર્ષે હજારો ભક્તોની સંખ્યામાં આ ગોવર્ધન મહોત્સવ ઉજાવવામાં આવે છે પણ આ વર્ષે કોરોના મહામારીના તકેદારીના રૂપે મંદિર પરિસરમાં 100 લોકોથી વધુ લોકોને એક સાથે દર્શન કરવા નહીં દેવાય. દર્શનાર્થીઓ નવા વર્ષના દિવસે ભગવાનના શાંતિથી દર્શન કરી શકે તે માટે મંદિર પ્રશાસન દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. સેનિટાઈઝર, થર્મલ સ્ક્રીનીંગ, સોશ્યિલ ડિસ્ટન્સીન્ગ જળવાઈ રહે તે માટે સંપૂર્ણ વ્યવસ્થા રાખવામાં આવી છે. આ વર્ષે ઇસ્કોન ગુજરાતના પ્રમુખ જશોમતિનંદન દાસજીનું વૈકુંઠ ગમન થયું. ઇસ્કોન મંદિર માટે તેમની ગેરહાજરીમાં આ પેહલો ઉત્સવ મનાવવામાં આવશે, અમારી ભગવાનની પ્રાર્થના છે કે તે અમને બળ તથા શક્તિ આપે કે અમે જશોમતિનંદન દાસજી જે વારસો મૂકી ગયા છે તેને અમે આગળ લઇ જઈએ.

ઈસ્કોન મંદિરમાં ગોવર્ધન પર્વતનો અભિષેક કરાશે
ઇસ્કોન મંદિરના હરેશ ગોવિંદા દાસજી એ જણાવ્યું કે, “બપોરે 11.30 વાગે ઇસ્કોન મંદિર ની અંદર ગોવર્ધન પર્વતનો અભિષેક કરાશે પછી ભગવાનને 12.15 વાગે અન્નકૂટ ધરાવવામાં આવશે. સવારે મંગળા આરતીથી ભગવાનનાં કીર્તનથી જ સમગ્ર મંદિર ગુંજી ઉઠશે. બપોરે ગોવર્ધન પૂજા પુરી થશે અને સાંજે જેટલો પણ શીરો છે એ મંદિરમાં દર્શન માટે આવતા ભક્તોને વિતરણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો