તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રેલવે વિભાગે 28 ફેબ્રુઆરી અને 1 માર્ચથી અમદાવાદ-ગોરખપુર અને મુઝફ્ફરપુર આ બંને ટ્રેનો બંધ કરવાનો નિર્ણય લીધો છે. જેની જગ્યાએ બાંદ્રા-ગોરખપુર હમસફર એક્સપ્રેસ, અમદાવાદ-બરૌની એક્સપ્રેસ દોડાવશે. અમદાવાદ-ગોરખપુર વચ્ચે નવી એક ટ્રેન દોડશે જે સુરત નહીં જાય. બીજી બાજુ 09803 અમદાવાદ-મુઝફ્ફરપુર અને 09084 અમદાવાદ-ગોરખપુર માટે અંદાજે 6.42 લાખ પેસેન્જરોએ ચાર મહિના સુધીનું બુકિંગ કરાવી લીધું હતું. ટ્રેન બંધ કરવા અંગે રેલવેએ બુકિંગ કરાવનારને કોઈ જાણ કરી નથી. જેને પગલે 6.20 લાખ લોકોના 37.20 કરોડ રૂપિયા ફસાઈ ગયા છે. અમદાવાદમાં જ ત્રણ લાખ લોકોએ બુકિંગ કરાવ્યું હતું. બુકિંગ રદ થયેલાએ બીજી ટ્રેનમાં નવેસરથી બુકિંગ કરાવવું પડશે.
જે ટ્રેન બંધ કરવામાં આવી તેના બદલે ટ્રેન નં.09489 અમદાવાદ-ગોરખપુર સ્પેશિયલ એક્સપ્રેસ સોમવાર સિવાયના તમામ દિવસે દોડશે. જે અમદાવાદથી સવારે 9.10 કલાકે ઉપડશે. જે બીજા દિવસે સાંજે 6.15 ગોરખપુર પહોંચશે. જો કે, આ ટ્રેન આણંદ, છાયાપુરી, દાહોદ, રતલામ, નાગદા, ઉજ્જૈન સંત હિરદારામ નગર, વિદિશા, બિના, સાગોર, દમોહ, પટની મેહર, સતના, પ્રયાગરાજ, સેવકી, વારાણસી, મઉ અને દેવરીયા સહિતના સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં ટુ-થ્રી ટાયર એસી, સ્લીપર કોચ અને બીજી શ્રેણીના સ્લીપીંગ કોચ રહેશે. જો કે, રદ કરાયેલી ટ્રેન આના કરતાં ઓછા સ્ટેશનો પર રોકાતી હતી તેને કારણે પેસેન્જરોનો સમયનો બચાવ થતો હતો.
બંને ટ્રેનો રદ કરવા અને પેસેન્જરોના રિફંડ અંગે પશ્ચિમ રેલવેના સીપીઆરઓ સુમિત ઠાકુરનો સંપર્ક કરતાં તેમણે કહ્યું કે, આ બાબતે અમે વિચારી રહ્યા છીએ, રેલવે બોર્ડ આ અંગે આખરી નિર્ણય કરશે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.