તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોપલમાં ગુંડારાજ:અમદાવાદમાં 1.90 લાખની ઉઘરાણી માટે વેપારીને માર માર્યો, પેન્ટ ઉતરાવીને ઈલેક્ટ્રિક બોર્ડમાં વાયરો નાંખી કરંટ આપ્યો અને વીડિયો પણ ઉતાર્યો

અમદાવાદ13 દિવસ પહેલા
નરેન્દ્ર ગુપ્તા નામના વેપારીને પૈસાની ઉધરાણી કરવા આવેલા શખ્સોએ દુકાન પર કબજો કરી માર માર્યો.
 • બે શખ્સો તારી દુકાન પર અમારો કબ્જો છે કે કહી વેપારી પર તૂટી પડ્યા
 • વેપારીને દુકાનમાં લઈ જઈ લાકડાના દંડા, પટ્ટા જેવા હથિયારોથી માર માર્યો
 • પોલીસે આશિષ, હૈદર, ચિરાગ, મેહુલ મકવાણા, તુષાર, અંકિત અને જગુ વિરુદ્ધ ફરિયાદ નોંધી

અમદાવાદના બોપલમાં મોબાઈલની દુકાન ધરાવતાં નરેન્દ્ર ગુપ્તા નામના વેપારીને પૈસાની ઉધરાણી કરવા આવેલા શખ્સોએ દુકાન પર કબજો કરી માર માર્યો છે. ત્યાર બાદમાં પેન્ટ ઉતારી તેનો વીડિયો પણ બનાવ્યો હતો. આરોપીએ બર્બરતાની હદ વટાવી વેપારીને ઈલેક્ટ્રિક બોર્ડ વાયરો નાખીને કરન્ટ પણ આપ્યો હતો. ત્યાર બાદ વેપારી બેભાન થઈ જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે વેપારીના મિત્રએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 7 શખ્સ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

પૈસા આપવાનું કહી ગુંડાઓ તૂટી પડ્યા
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર સાબરમતીના શુભદા એપાર્ટમેન્ટમાં રહેતા અને ડ્રાઈવ ઈન રોડ ખાતે મોબાઈલની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા સૌરભભાઈ ગુપ્તા તેમના ગામના રહેવાસી અને મિત્ર નરેન્દ્ર ગુપ્તા સાથે તેમની દુકાનથી બોપલ ખાતે રહેલી નરેન્દ્રભાઈની દુકાને ગયા હતા. જ્યાં હૈદર અને ચિરાગ નામના બે શખ્સ નરેન્દ્રભાઈની દુકાનમાં હાજર હતા. તેઓ નરેન્દ્રભાઈને કહેવા લાગ્યા હતા કે, તારી દુકાન પર અમારો કબજો છે. તે રામ પાસેથી રૂ. 1.90 લાખ લીધા છે તે પરત આપી દે, ત્યારબાદ તારી દુકાનનો કબજો તને આપીશું. જેથી નરેન્દ્રભાઈએ તેમને થોડા દિવસમાં પૈસા આપવાનું જણાવતા બંન્ને શખ્સ નરેન્દ્રભાઈ પર ઉશ્કેરાઈને તૂટી પડ્યા હતા.

અક્ષય, આશિષ, જગુ, મેહુલ મકવાણા, તુષાર અને અંકિત ગોધાવી પણ દુકાને આવી કહેવા લાગ્યા કે,નરેન્દ્રને દુકાનમાં લઈ લો પાઠ ભણાવીએ.
અક્ષય, આશિષ, જગુ, મેહુલ મકવાણા, તુષાર અને અંકિત ગોધાવી પણ દુકાને આવી કહેવા લાગ્યા કે,નરેન્દ્રને દુકાનમાં લઈ લો પાઠ ભણાવીએ.

‘નરેન્દ્રને દુકાનમાં લઈ લો તેને પાઠ ભણાવીએ’
ત્યારબાદ અક્ષય, આશિષ, જગુ, મેહુલ મકવાણા, તુષાર અને અંકિત ગોધાવી પણ દુકાને પાસે આવ્યા અને કહેવા લાગ્યા હતા કે, નરેન્દ્રને દુકાનમાં લઈ લો તેને પાઠ ભણાવીએ તેમ કહી નરેન્દ્રભાઈને ઉંચા કરી દુકાનમાં લઈ જઈ લાકડાના દંડા, પટ્ટા જેવા હથિયારોથી માર મારવા લાગ્યા હતા. ત્યારબાદ નરેન્દ્રભાઈનું પેન્ટ કાઢી વીડિયો ઉતાર્યો હતો. માત્ર એટલુ જ નહીં, ઈલેક્ટ્રિક બોર્ડમાં વાયર લગાવીને નરેન્દ્રભાઈને કરંટ પણ આપ્યો હતો. આ દરમિયાન સૌરભભાઈ તેમના મિત્ર નરેન્દ્રભાઈને બચાવવા વચ્ચે પડ્યા ત્યારે આ સાતેય શખ્સોએ તેમની સાથે પણ મારઝૂડ કરી હતી.

નરેન્દ્રભાઈને બચાવવા વચ્ચે પડેલા મિત્રને સાતેય શખ્સોએ માર માર્યો
નરેન્દ્રભાઈને બચાવવા વચ્ચે પડેલા મિત્રને સાતેય શખ્સોએ માર માર્યો

‘હવે દુકાન ખોલશો તો જાનથી મારી નાખીશું’
ત્યારબાદ સૌરભભાઈને પૈસાનો હવાલો આપવાનું કીધું હતું. જેને કારણે સૌરભભાઈએ તેમના મિત્ર પાસેથી પૈસા લઈને સાતેયને પૈસા ચૂકવ્યા હતા. જો કે આ સાતેય શખ્સે એવી પણ ધમકી આપી હતી કે, જો હવે પછી દુકાન ખોલશો તો જાનથી મારી નાખીશું. ત્યારબાદ સાતેય લોકો ત્યાંથી જતા રહ્યા હતા. બીજી બાજુ નરેન્દ્રભાઈ બેભાન થઈને દુકાનની બહાર પડ્યા હતા. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ સૌરભભાઈએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આશિષ, હૈદર, ચિરાગ, મેહુલ મકવાણા, તુષાર, અંકિત અને જગુ(ફરિયાદમાં લખેલા નામ મુજબ) વિરુદ્ધમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

વેપારી બેભાન થઈને દુકાનની બહાર પડ્યા હતા ત્યાર બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
વેપારી બેભાન થઈને દુકાનની બહાર પડ્યા હતા ત્યાર બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો