તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સપ્ટેમ્બરમાં 5 ગ્રહનું રાશિ પરિવર્તન:મોટા ભાગની રાશિ માટે સારો સમય; સૂર્ય, મંગળ, બુધ, ગુરુ અને શુક્ર ગ્રહોની રાશિ બદલાશે

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

સપ્ટેમ્બરમાં નવ ગ્રહ પૈકી પાંચ ગ્રહ રાશિ પરિવર્તન કરશે. સૂર્ય, મંગળ, બુધ, ગુરૂ, શુક્રના રાશિ પરિવર્તનથી મોટાભાગની રાશિમાં લોકોને ઓછેવત્તે અંશે લાભ મળી શકે છે. જયોતિષી આશિષ રાવલ અનુસાર, 6 સપ્ટેમ્બરની મધરાતે શુક્ર તુલા રાશિમાં સ્વગૃહી ભ્રમણ કરશે, જ્યારે વહેલી સવારે 3.58 કલાકે મંગળ શત્રુ રાશિ કન્યામાં પ્રવેશ કરશે. કરચોરી વધશે તેમજ ફ્રોડ કરનારા પકડાશે. હવામાનમાં અચાનક પલટો આવે ક્યાંક વરસાદ તો ક્યાંક ગરમી સાથે ઠંડીના ચમકારાનો અહેસાસ થાય.

મેષ, વૃષભ, મકર રાશિના લોકોને આર્થિક લાભની સંભાવના
મેષ (અ,લ,ઈ) -
આકસ્મિક ધન પ્રાપ્તિ યોગ થાય. પ્રેમ-સ્નેહના પ્રસંગ બની શકે. શત્રુ પર વિજય.
વૃષભ (બ,વ,ઉ) - સંતાનથી નામ રોશન થાય. નવા મકાન, વાહન યોગ સંભવ. ધંધામાં નવી તકો મળે.
મિથુન (ક,છ,ઘ) - નોકરીમાં પ્રમોશન મળી શકે. જૂના બગડેલ ભાઈ-ભાંડું સંબંધો સુધરે. ભાગ્ય પરિવર્તન, ધાર્મિક કામો પાછળ સમય-નાણાં વપરાય.
કર્ક (ડ,હ) - માનસિક ચિંતા વધે. વાણી વ્યવહારમાં મીઠાશ આવે. ધન પ્રાપ્તિના નવા નવા યોગ બને.
સિંહ (મ,ટ) - સરકારી કામો પૂર્ણ થાય. મનપસંદ કામમાં સફળતા સારી મળે. મિત્રથી ધનલાભ.
કન્યા (પ,ઠ,ણ) - મહત્વના કામો ઉકેલાય. આકસ્મિક જાવક થાય. નોકરિયાતને પ્રમોશન મળી શકે. જૂની બાકી રકમ મળે.
તુલા (ર,ત) - વડીલોથી શુભ સમાચાર મળે. સંતાનના અભ્યાસમાં સારી સફળતા મળે.
વૃશ્ચિક (ન,ય) - સરકારી બાકી કામ પૂરા થાય. માતાથી ધનલાભ. નોકરી-ધંધામાં નવી તક મળે.
ધન (ધ,ભ,ફ ,ઢ) - આરોગ્ય બાબતે સાવચેતી રાખવી. નવા કરારો કરવા માટે શુભ તક. ટૂંકી મુસાફરી થવાના પ્રબળ સંયોગો છે.
મકર (ખ ,જ) - આકસ્મિક ધનપ્રાપ્તિ સંભવ.પરિવારમાં માંગલિક કાર્યો આવવાની શક્યતા છે.
કુંભ (ગ ,સ,શ) - માન સન્માન તથા પદ પ્રતિષ્ઠામાં વધારો થાય. ભાગીદારીમાં ધંધો કરવાથી શુભ તક.
મીન (દ ,ચ ,ઝ ,થ) - દૈનિક આવકમાં વધારો થાય. શુભ કાર્યો પાછળ રકમ વપરાય. પરિવારમાં બગડેલા સંબંધો સુધરે તેમજ આરોગ્ય પણ સારું જણાય.

અન્ય સમાચારો પણ છે...