તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ:ગોમતીપુર પોલીસ સ્ટેશનના મહિલા LRDની રખિયાલમાં સોનાની ચેઇન તૂટી, બે સ્નેચર ફરાર

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવરી - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવરી
  • રખિયાલ પાસેથી મહિલા LRD એક્ટિવા પર જઈ રહ્યા હતા, નીચે પટકાતા ઇજાગ્રસ્ત

શહેરમાં ચેઇન સ્નેચરો ફરી સક્રિય થયા છે. સામાન્ય મહિલા કે પુરુષ નહીં પણ આ વખતે ચેઇન સ્નેચરો મહિલા LRDની સોનાની ચેઇન લૂંટી ફરાર થઇ ગયા હતા. ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા LRD રખિયાલ પાસેથી એક્ટિવા પર જતા હતા ત્યારે બાઇક પર આવેલા શખ્સે ચેઇન તોડી લીધી હતી. મહિલા નીચે પડી જતાં તેમને ઇજાઓ પણ થઈ હતી.

પોલીસ સ્ટેશન જતી વખતે બની ઘટના
ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા LRD ગાયત્રીબેન પરમાર એક્ટિવા લઈને સવારે આઠ વાગ્યાની આસપાસ રખિયાલ સોમા ટેકસ્ટાઈલ ચાલી નંબર 1 પાસેથી પોલીસ સ્ટેશન તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન બાઈક પર બે શખ્સો તેમની નજીક આવ્યા હતા અને સોનાની ચેઇન તોડી આંબાવાડી ચાર રસ્તા રખિયાલ તરફ ફરાર થઈ ગયા હતા.

બેમાંથી એક શખ્સે માસ્ક નહોતું પહેર્યું
ગાયત્રીબેન એક્ટિવા પરથી પડી જતાં તેમને હાથના અને માથાને ભાગે સામાન્ય ઈજા પણ થઈ હતી. બાઇક પર આવેલા ચેઇન સ્નેચરમાંથી એક આરોપીએ માસ્ક પહેર્યું હતું, જ્યારે પાછળ બેઠેલા શખ્સે માસ્ક પહેર્યું ન હતું. સમગ્ર ઘટનાની જાણ થતાં રખિયાલ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને ગાયત્રીબેનની ફરિયાદને આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...