હાલાકી:ગોમતીપુર અને રખિયાલના સ્થાનિકો 36 મહિનાથી લાલ-વાદળી રંગનું કેમિકલયુક્ત પાણી પીવા મજબૂર

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કેમિકલયુક્ત પાણી અમુક સમયે લાલ રંગનું આવે છે અમુક સમયે વાદળી રંગનું આવે છે. જે પાણીમાંથી દુર્ગંધ પણ આવે છે. પાણીની અસહ્ય મુશ્કેલીઓ હોવા છતાં તંત્ર આ વિસ્તારોમાં ધ્યાન નથી આપી રહ્યું. - Divya Bhaskar
કેમિકલયુક્ત પાણી અમુક સમયે લાલ રંગનું આવે છે અમુક સમયે વાદળી રંગનું આવે છે. જે પાણીમાંથી દુર્ગંધ પણ આવે છે. પાણીની અસહ્ય મુશ્કેલીઓ હોવા છતાં તંત્ર આ વિસ્તારોમાં ધ્યાન નથી આપી રહ્યું.

ગોમતીપુર અને રખિયાલના ઇસ્લામનગર, સુંદરમનગર, વિશ્વનાથનગર, અન્સારનગર, રહેમતનગર, મદીનાનગર, ગાયત્રીનગર, જેવા વિસ્તારમાં સવારે પીવાના પાણીમાં ગટર અને કેમિકલયુક્ત વાદળી અને લાલ રંગનું પાણી મિક્સ થઈ રહ્યું છે. જેના લીધે સ્થાનિકોને છેલ્લા 36 મહિનાથી આવું ગંદું પાણી પીવું પડી રહ્યું છે.

આ વિસ્તારમાં જીવન જરૂરિયાતની પ્રથમ ઉપયોગી વસ્તુ પાણી પણ પીવાલાયક નથી મળી રહ્યું તેમ છતાં લોકો નાછૂટકે આ કેમિકલયુક્ત પાણી પીવા મજબૂર બની રહ્યા છે. જે અંગે અવારનવાર AMC ગોમતીપુર વોર્ડમાં રજૂઆત કરવામાં આવી છે પણ ત્યાંથી અધિકારીઓ નમાલા જવાબો આપીને લોકોને પાછા ધકેલી મૂકે છે. જેથી ઓનલાઇન અરજીઓ કરીને પણ સમસ્યા રજૂ કરવાનો પ્રયાસ કર્યો હોવા છતાં તેનો પણ કોઈ જવાબ નથી મળતો.

કેમિકલયુક્ત પાણી પીવાને લીધે રહીશોને મલેરિયા અને કોલેરા જેવા રોગનો ભોગ બનવું પડી રહ્યું છે. જેથી સ્થાનિકોનું કહેવું છે કે તેમની આ સમસ્યાનું નિવારણ ત્વરિત લાવવામાં આવે નહીં તો આ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોને અન્ય રોગો પણ થવાની ભીતિ છે.

અન્ય સમાચારો પણ છે...