નવરાત્રી આવતા ફૂલના ભાવ વધ્યા:ગલગોટા રૂ.50ના કિલો; ગુલાબનો ભાવ પ્રતિ કિલો 250થી 300 રૂપિયા વધ્યાં

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આવકની સામે માગ વધતાં ભાવમાં વધારો

નવરાત્રી મહોત્સવ આવતાંની સાથે સાથે ફૂલના ભાવમાં વધારો થયો છે. છેલ્લા આઠ દિવસમાં ફૂલોના ભાવમાં રૂ.100નો વધારો થયો છે. તહેવારો આવતાની સાથે ફૂલ માર્કેટમાં તેજી આવી છે. માર્કેટમાં ફૂલોની આવક ઓછી અને માગ વધુ હોવાના કારણે ભાવમાં એકાએક વધારો થયો છે.

ગત વર્ષે કોરોનાને કારણે ફૂલોમાં ઘરાકી સારી ન હતી, પરંતુ આ વર્ષે સરકારે છૂટછાટ આપતા ખેડૂતોએ ફૂલોના પાકનું વાવેતર વધારે કર્યું છે. ગત વર્ષની સરખામણીમાં 300થી 400 ટકા પાકનું વાવેતર હતું, પરંતુ ભારે વરસાદના વાવેતર ધોવાઈ ગયું અને ઉત્પાદનમાં ઘટાડો થયો છે. જોકે ફૂલ બજારના વેપારીઓ માને છે કે અન્ય કોઈ લોકો માટે આ વખતનો વરસાદ ભલે આફત સમાન બન્યો હોય પણ તેમના માટે વરસાદ સુખરૂપ સાબિત થયો છે.

છૂટક વેપારીઓ 4થી 5 ગણો ભાવ લઈ રહ્યા છે
જમાલપુર હોલસેલ બજારમાં ગુલાબ રૂ.250થી 300 કિલો, ગલગોટા રૂ.50થી 70, સેવંતી રૂ. 200 કિલો, જ્યારે હઝારીગલનો 20 કિલોના રૂ. 600થી 1000નો ભાવ જોવા મળ્યો છે. નવરાત્રી પૂર્વે જ ફૂલોના ભાવમાં વધારો થતાં ફૂલ બજારમાં તો તેજીનો માહોલ છે, પરંતુ ફૂલના છૂટક વેપારીઓ ફૂલની આવક ન હોવાનું જણાવીને ગ્રાહક પાસેથી 4થી 5 ગણો વધારે ભાવ લઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...