તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:1971ના યુદ્ધમાં પાકિસ્તાન સામેની જીતના 50 વર્ષ, સ્વર્ણિમ વિજય મશાલ ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં લવાઈ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

25મી ઓગસ્ટે સ્વર્ણિમ વિજય મશાલને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં (RRU) લાવવામાં આવી અને સંપૂર્ણ સૈન્ય સન્માન અપાયું. પરબત અલી બ્રિગેડના કર્નલ ગૌરાંગ જૈને મશાલની જ્યોતને RRUના કુલપતિ પ્રો. (ડો.) વિમલ એન. પટેલને સોંપી. એનસીસી કેડેટ્સ, RRUના શિક્ષકો અને તેમના કર્મચારીઓ દ્વારા સ્વર્ણિમ વિજય મશાલને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી.

આ અવસરે RRUના કુલપતિએ કહ્યું કે, વિશ્વવિદ્યાલય ભારતીય સેનાનું સમર્થન કરવા માટે પ્રતિબદ્ધ છે. જેમણે રાષ્ટ્ર માટે ખૂબ બલિદાન આપ્યા છે. તેમણે 1971માં પાકિસ્તાન પર ભારતની જીવ વિશે જણાવ્યું અને એમ પણ જણાવ્યું કે કેવી રીતે દેશના જુદા જુદા સંગઠનો વચ્ચે તાલમેલના કારણે આપણો દેશ ઝડપથી જીત તરફ અગ્રેસર થયો.

કુલપતિએ આગળ કહ્યું કે, ભારતીય ઈતિહાસના અધ્યયન વિના ભવિષ્યમાં કોઈ મહત્વપૂર્ણ પ્રગતિ સંભવ નથી. આ પ્રકારના ભવિષ્યના કોઈ પણ સલાહકાર, જનરલ, એડમાઈરલ, રાજનેતા અને રાષ્ટ્રીય સુરક્ષા સંગઠનોના નેતાને 1971ની જીતમાં ભાગ લેનારા પોતાના પૂર્વ સૈનિકો પાસેથી તેમના અનુભવો વિશે જાણવું જોઈએ.

તેમણે આગળ ઉલ્લેખ કર્યો કે, નિર્દેશક-કર્નલ દીપક જોશીના નેતૃત્વમાં RRUની આંતરિક સુરક્ષા રક્ષા અને સામરિક અધ્યયન સ્કૂલ 16 ડિસેમ્બર 2020થી 1971ની જીતની પ્રસિદ્ધ લડાઈમાં દિગ્ગજો સાથે વેબિનાર યોજી રહી છે અને 16 ડિસેમ્બર 2021 સુધી તે ચાલુ રહેશે અને તેમણે લોકોને તેમાં ભાગ લેવા માટે આમંત્રિત કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...