તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • Gold Will Remain In The Range Of 51000 53500 Till Diwali. If The Rupee Strengthens, Gold Will Move Within Rs 50,000.

કોમોડિટી:સોનું દિવાળી સુધી 51000-53500ની રેન્જમાં રહેશે, રૂપિયો મજબૂત બને તો સોનું રૂ.50000 અંદર સરકે

અમદાવાદ7 દિવસ પહેલાલેખક: મંદાર દવે
  • કૉપી લિંક
ફાઇલ તસવીર
  • અમેરિકન ચૂંટણી, ડોલરની બે તરફી મૂવમેન્ટ પર સોના-ચાંદીની તેજી-મંદી નિર્ભર બનશે

સોના-ચાંદીમાં સ્વિંગ પેટર્ન જોવા મળી રહી છે. અમેરિકામાં ઇલેક્શન ન પૂર્ણ થાય ત્યાં સુધી વોલેટાલિટી જોવા મળશે. સોનામાં નીચામાં 51000 અને ઉપરમાં 53500 સુધી દિવાળી સુધી બજાર અથડાયેલી જોવા મળી શકે છે. રૂપિયો મજબૂત બને અને આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1830 ડોલર સુધી ઘટે તો સ્થાનિકમાં ભાવ રૂ.50000ની સપાટી અંદર પહોંચી શકે. અમદાવાદ ખાતે ચાંદી સાપ્તાહિક ધોરણે રૂ.1000 ઘટી 61500 અને સોનું નજીવી વધઘટે અથડાઇ રૂ.52500 રહ્યું હતું. તહેવારો પર સોનાની કિંમતો કાબુમાં રહેશે તો જ્વેલર્સને ત્યાં ખરીદીનો માહોલ જામશે હાલ ઘરાકી શરૂ થઇ ચૂકી છે.

કઠોળ તથા ખાદ્યતેલોમાં ફંડામેન્ટલ તેજી તરફી
ખરીફમાં તેલીબિયાં પાકોના અંદાજોમાં સતત બદલાવ આવી રહ્યો છે. ભારે વરસાદના કારણે ગુણવત્તા નબળી હોવાથી ઓઇલ મીલોમાં ક્રશીંગની કામગીરી નહિંવત્ છે જેના કારણે ખાદ્યતેલોમાં ભાવ મજબૂત રહ્યાં છે. સિંગતેલ ડબ્બો છેલ્લા દસ દિવસમાં રૂ.100-125 વધી રૂ.2230-2250 બોલાઇ રહ્યો છે. સાઇડ તેલોમાં પણ મજબૂતી છે. કાચા માલની કિંમતો નહિં ઘટે, આવકો નહિં વધે ત્યાં સુધી ખાદ્યતેલો ભાવ ઝડપી ઘટે તેવા સંકેતો નહિંવત્ છે.

મેટલ્સમાં નિકલ મજબૂત, કોપરમાં સુસ્તી
1. ડોલર ઇન્ડેક્સનો સપોર્ટ અટક્યો:
માર્ચમાં 103ની ઉંચાઇ પરથી સતત ઘટી 92 આસપાસ પહોંચ્યા બાદ અત્યારે ફરી 94 આસપાસ છે. સુધારા તરફી ટોન અને પ્રોફિટ બુકિંગથી મેટલ્સમાં તેજી અટકી છે.
2. ઉંચામાં ડિમાન્ડ ઘટતા કોપર-ઝિંક અને લિડમાં મંદી: ઉંચા ભાવ અને ફરી મહામારીનો ભય વધતા માગમાં ઘટાડો આવ્યો છે. કોમેક્સ ફ્યુચર-એલએમઇ ખાતે હેજફંડોની લોંગ પોઝિશન બાદ વેચવાલી આવતા કોપર-ઝિંક તથા લીડમાં ઘટાડા તરફી ટ્રેન્ડ જોવા મળ્યો છે.
3. MCX નિકલ વધી 1150ની નજીકઃ MCX ખાતે નિકલ સપ્તાહના અંતીમ દિવસે મજબૂત બની 1150ની નજીક 1148 બંધ રહ્યો છે. ઝડપી 1200 પહોંચે તેવી સંભાવના છે.

નવા સપ્તાહ માટેની ટ્રેડિંગ રેન્જ

વિગતબંધભાવરેન્જસ્ટોપલોસ
એરંડા42344170-43304270
ચણા53755300-54705400
ગમ60105930-61705970
ગવાર40203950-41304000
ધાણા67006650-67706730
ક્રૂડ29992930-30302970
સોનું5055250000-5125050750
ચાંદી6165361000-6350062250

(નોંધ : ભાવ NCDEX-MCX વાયદાના છે)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો