ઠગની ધરપકડ:અમદાવાદના કાલુપુરથી વીસી સ્કિમના નામે કરોડોની ઠગાઈ કરી કોલકાતા નાસનાર આરોપીની ધરપકડ, સોનું લઈ ભાગ્યો હતો

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
કાલુપુર પોલીસે કોલકાતાથી આરોપીને ઝડપી પાડ્યો હતો - Divya Bhaskar
કાલુપુર પોલીસે કોલકાતાથી આરોપીને ઝડપી પાડ્યો હતો
  • પહેલી વી.સી પુરી થવા જતા લોકોને વિશ્વાસ આવતા આરોપીએ 1200 ગ્રામ સોનાની બીજી વી.સી શરૂ કરી હતી
  • ચાર મહિનામાં બીજી વીસી સહિતનું કરોડોનું સોનુ લઈને આરોપી અમદાવાદથી દિલ્હી થઈને નેપાળ નાસી ગયો હતો

અમદાવાદના કાલુપુરમાં સોનાના વી.સીની સ્કિમના નામે કરોડો રૂપિયાની ઠગાઇ આચરનાર આરોપી કોલકાતાથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી સોનાની વી.સી ચલાવી અનેક વેપારીઓના લાખો રૂપિયાનું સોનુ લઈને ફરાર થઈ ગયો હતો. જેમાં કાલુપુર પોલીસે બે વર્ષ બાદ આરોપી ધરપકડ કરી પરંતુ એકપણ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો નથી.

એક કિલો સોનાની વીસી (ડ્રો) શરૂ કરી હતી
આરોપી ગોવિંદ મંડલએ વર્ષ 2019માં અનેક વેપારીઓને વી.સીની સ્કિમના નામે લાખો રૂપિયાની ઠગાઇ આચરી હતી. આરોપી તાપસ ગોવિંદ મંડળ મૂળ કોલકાતાનો રહેવાસી છે. પરંતુ છેલ્લા 15 વર્ષથી કાલુપુર રતનપોળમાં આવેલા ભારતી ચેમ્બર્સમાં દુકાન ધરાવતો અને સોનાના દાગીના બનાવવાનું કામ કરતો હતો.. દરમિયાન આરોપીએ એક કિલો સોનાની એક વી.સી શરૂ કરી હતી. જેમાં સોની વેપારીઓ વી.સીમાં રહ્યા હતા.

પહેલી વીસી પુરી થાય એ પહેલા બીજી વીસી શરૂ કરી
પહેલી વી.સી પુરી થવા જતા લોકોને વિશ્વાસ આવતા આરોપી તાપસે 1200 ગ્રામ સોનાની બીજી વી.સી શરૂ કરી હતી. જેમાં ચાર મહિના થતાં જ આરોપી ગોવિંદ કરોડો રૂપિયાનું સોનુ લઈ ફરાર થઈ ગયો હતો. આરોપી ગોવિંદ જોડે અન્ય બાપી નામનો આરોપી ભાગી ગયો હતો. બંને આરોપી અમદાવાદથી દિલ્હી ગયા હતા. જે બાદ દિલ્હીથી નેપાળ રહેતા હતા. જો કે, બે મહિનાથી આરોપી કોલકાતા આવ્યો હોવાની માહિતી મળતા પોલીસે કોલકાતાથી તાપસની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ બાપી અને નિર્મલસિંહ નામમાં બે આરોપી ગુનામાં સંડોવણી બહાર આવી છે.

સોનું પડાવવાની મોડ્સ ઓપરેન્ડી
પકડાયેલો આરોપી વી.સી સ્કિમ નામે વેપારીઓ સાથે ઠગાઇ આચરવા પ્રિ-પ્લાનિંગ કર્યું હતું. આરોપી મોડ્સ ઓપરેન્ડી વાત કર્યે તો શરૂઆતમાં 28 વેપારીઓ ભેગા મળી 28 મહિના માટે 1 કિલો સોનાનો ડ્રો (વી.સી) રાખવામાં આવી હતી. જેમાં સ્કિમમાં એવી સિસ્ટમ રાખવામાં આવી હતી કે, 28 મહિના પહેલા જે સભ્યને 1 કિલો સોનું લેવું હોય તેણે બોલી બોલ્યા બાદ જેટલા ગ્રામ સોનાની બોલી કરી તેટલું સોનુ ડ્રો લાગે તેને આપી દેવાનું રહેશે. તેમ કરીને દર મહિને સોનાનો ડ્રો રાખવામાં આવતો હતો.

દર મહિને 30 ગ્રામ સોનુ વેપારીઓ ભેગુ કરીને ડ્રો કરીને જીતનારને અપાતું હતું
વીસીમાં લગભગ એક વેપારીના ભાગે દર મહિને 28થી 30 ગ્રામ સોનું ભેગું કરીને કુલ 1 કિલો સોનુ એક વેપારી ડ્રોમાં આપવામાં આવતું હતું. આમ કરીને 13 જેટલા હપ્તાના સોનાના પૈસા 28 વેપારીઓ આપ્યા હતા. જેમાં 13 વેપારી 1 કિલો સોનુ મળી ગયું હતું. જેમાં 15 વેપારીનું સોનુ મળ્યુ ન હતુ. આરોપી દ્વારા બીજા 1,200 કિલો સોના વી.સી સ્કિમમાં ચાર મહિના શરૂ થતાં જ કરોડો રૂપિયાનું સોનુ લઈને ફરાર થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, મોટાભાગના ભોગ બનનાર કોલકાતાના બંગાળી વેપારીઓ સ્કિમના મેમ્બર હતા.

આરોપીની પૂછપરછમાં ઘટસ્ફોટ થવાની શક્યતા
પોલીસ પૂછપરછમાં આરોપી દ્વારા ઠગાઇ પ્લાન ઘડવામાં અને મદદગારી કરવામાં કોલકાતામાં રહેલી રાજકીય પાર્ટી કાર્યકર રામ પન્ના નામ સામે આવ્યું છે. જે મુખ્ય આરોપી રામ પન્ના હોવાનું પોલીસ આશંકા છે. જેથી પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે. ત્યારે અન્ય કેટલા વેપારીઓ ભોગ બન્યા છે. તેને લઈ આરોપી રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે. કારણ કે એક જ વેપારીના 1 કિલો 963 ગ્રામનું સોનાના કુલ 75 લાખ રૂપિયાનું સોનુ લઇને આરોપી તાપસ ફરાર થઇ ગયો હતો. આવી જ રીતે અનેક વેપારીના સોનાના પૈસા લઇને રફુચક્કર થઇ ગયો હતો. જે તપાસ બાદ ઠગાઇનો આંકડો વધી શકે છે.