આજે વર્ષનું અંતિમ પુષ્ય નક્ષત્ર:સોના-ચાંદીની ખરીદીનું મુહૂર્ત, ધનુર્માસ હોવા છતાં શુભ કાર્યો કરી શકાશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 14 જાન્યુઆરી સુધી ધનુર્માસ ચાલુ રહેશે

માગશર મહિનાનો વદ પક્ષ 20મી ડિસેમ્બરથી શરૂ થઈ ગયો છે, જે 2 જાન્યુઆરી સુધી રહેશે. આ દરમિયાન 14 જાન્યુઆરી સુધી સૂર્ય ધન રાશિમાં રહેવાથી ધનુર્માસ પણ રહેશે. ત્યાં જ આ મહિને બુધવારે એટલે 22 ડિસેમ્બરે આ વર્ષનું છેલ્લું પુષ્ય નક્ષત્ર છે. જોકે ધનુર્માસ હોવા છતાં પુષ્ય નક્ષત્રનો સંયોગ હોવાથી શુભ કાર્યો માટેની ખરીદી, રોકાણ, સોના, ચાંદી અને અન્ય સામાનની ખરીદી શુભ માનવામાં આવે છે.

પુષ્ય નક્ષત્રમાં નવું કામ શરૂ થઈ શકે
હાલ ધનુર્માસ હોવાથી કોઈપણ માંગલિક કાર્યો કરવામાં આવશે નહીં, પરંતુ 22 ડિસેમ્બરે વર્ષનું છેલ્લું પુષ્ય નક્ષત્ર હોવાથી આ સંયોગમાં ખરીદી, રોકાણ અને મોટી વ્યાપારિક લેવડ-દેવડ કરવી શુભ મનાય છે. પુષ્ય નક્ષત્રમાં શરૂ કરાતું દરેક કામ પુષ્ટિદાયક અને સર્વાર્થ સિદ્ધિ આપનાર રહે છે એટલે સોના, ચાંદીની અને નવા સામાનની ખરીદી પણ શુભ માનવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...