વાસણા પીટી કોલેજ રોડ ઉપર કેટરર્સ માલિકના ફલેટ તેમજ ઓફિસમાંથી તસ્કરો 14.15 લાખની મત્તા ચોરી ગયા હતા, જેમાં દીકરીના લગ્નમાં આણામાં મૂકવા માટે લાવેલા નવી નોટોના બંડલ, દાગીના ચોરી ગયા હતા. સોસાયટીના સીસીટીવીમાં એક વ્યક્તિ ઘરમાં પ્રવેશતી જોવા મળી છે.
2 દિવસથી વાસણાનું મકાન બંધ હતું
વાસણા પી.ટી.કોલેજ રોડ ઉપર આવેલા પદ્માવતીનગર ખાતેના રત્નરુચી વાટિકામાં ભરતભાઈ પુરોહિત(58) પરિવાર સાથે રહે છે. ભરતભાઈ જય અંબે કેટરર્સ નામથી કેટરિંગનો ધંધો કરે છે અગાઉ ભરતભાઈ પીટી કોલેજ રોડ પરના અરની એપાર્ટમેન્ટમાં રહેતા હતા. છેલ્લા દોઢ વર્ષથી ભરતભાઈ રત્નરુચિ વાટિકામાં રહેતા હોવાથી અરની એપાર્ટમેન્ટ ખાતેના ફલેટનો ઓફિસ તરીકે ઉપયોગ કરે છે. 5 ફેબ્રુઆરીએ સવારે 8 વાગ્યે ભરતભાઈ અને રમાબહેન સાથે અરની એપાર્ટમેન્ટ ખાતે ગયા હતા. ત્યાં બંને આખો દિવસ રોકાયા બાદ રાતે 8.30 વાગ્યે ફલેટને તાળુ મારીને રત્નરુચિ વાટિકા ખાતેના ઘરે ગયા હતા.
કેટરર્સ ધંધાર્થી ઘરે જોયું તો ચોરી થઈ હતી
ત્યાંથી6 ફેબ્રુઆરીએ સવારે 8 વાગ્યે ભરતભાઇ એકલા જ અરની એપાર્ટમેન્ટ ખાતે આવ્યા ત્યારે જોયું તો ફલેટના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હતું. તેમણે અંદર જઈને જોયું તો તસ્કરો રોકડ અને દાગીના મળીને કુલ રૂ.14.15 લાખની મત્તા ચોરી ગયા હતા. જોકે તેમના ફલેટમાં સીસીટીવી લાગેલા હતા, પરંતુ ડીવીઆર ન હતંુ. જેથી ચોરો ડીવીઆર પણ ચોરી ગયા હોવાની શંકા હતી. પરંતુ ડીવીઆર બીજા રૂમમાંથી મળી આવ્યું હતું. પોલીસે ડીવીઆરના આધારે સીસીટીવી ચેક કરતા એક ચોર ભરતભાઈના ઘરમાં આવતો દેખાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.