સમગ્ર બનાવની વાત કરવામાં આવે તો આનંદ નગર માં રહેતા ભાવના શાહ પોતાની પુત્રી સાથે ભગવાન નગર ટેકરા નજીકથી પોતાના વાહન પર જતાં હતાં ત્યારે આરોપી દ્વારા આશરે 15 થી 16 ગ્રામ જેટલો સોનાનો દોરો તોડીને ફરાર થઇ ગયો હતો જેને લઈને મહિલા નજીકના પાલડી પોલીસે સ્ટેશનમાં 8 જુલાઈએ પોતાના સાથે થયેલી ચેઇનસ્નેચિંગ ની ફરિયાદ નોંધાવી હતી એ .અંગે પાલડી પોલીસે ગુનો નોંધીને આરોપીની તપાસ શરૂ કરી હતી
પોલીસે ફરિયાદ બાદ આરોપીને પકડીને મુદ્દામાલ મેળવ્યો
પોલીસની તપાસમાં આરોપી સમીરુદ્દીન ઉર્ફે બોન્ડ શેખની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીએ મહિલાનો દોરો સોનીને વેચી નાખ્યો હતો એ સોની પાસેથી પોલીસે સોનાના દોરાની રણી બનાવી દેવામાં આવી હતી એ રણીને કબજે લઈને આરોપી સાથે મુદ્દામાલ કોર્ટમાં જમા કરવામાં આવ્યો હતો. જે અંગે ફરિયાદી મહિલાએ પોતાના દોરો પરત મેળવાની કોર્ટમાં અરજી કરી હતી. જેમાં કોર્ટે અરજીને માન્ય રાખીને અરજદારને મુદ્દામાલ ( સોનાની રણી)પરત આપવાનો હુકમ કર્યો હતો.
કોર્ટના હુકમને આધારે પોલીસ પાસેથી રણી લીધી
મહિલા કોર્ટના હુકમને આધારે પોતાની સોનાની રણી લેવા માટે પાલડી પોલીસ સ્ટેશનમાં ગયા હતા. બે સાક્ષી સાથે મહિલાએ જરૂરી કાર્યવાહી બાદ રણી આપવામાં આવી, પરંતુ સોનાની રણીનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું નહોતું. મહિલાની અરજી મુજબ એને પોલીસ પર વિશ્વાસ રાખીને સોનાની જ રણી હશે તે સમજીને પોતે પોલીસ સ્ટેશનમાંથી પરત આવીને અન્ય બે જગ્યાએ ચેક કરાવતા સોનાની રણીની જગ્યાએ આપવામાં આવેલી રણી 100 ટકા નકલી નીકળી હતી અને 17 ગ્રામની જગાએ 10 ગ્રામ જ નીકળી હતી. પોતાની સાથે થિયેલી છેતરપિંડીથી મહિલા અને તેના પરિવારની પગ નીચેથી જમીન ખસી ગઈ હોવાનો અહેસાસ થયો છે.
રણી નકલી હોવાનું કહેતા વકીલ મારફત ફરિયાદ
પોતાની સાથે બનેલા બનાવને લઈને મહિલાએ પોતાના વકીલ ભાવેશ બારોટને સમગ્ર મામલે જાણ કરીને હતી. વકીલ ભાવેશ મારફતે મહિલાએ શહેર પોલીસ કમિશ્નરને અરજી કરી છે. જેમાં જણાવ્યું છે કે, પોલીસ સ્ટેશનમાં આમ પબ્લિકનો મુદ્દામાલ સલામત નથી. આ બનાવની યોગ્ય તપાસ કરવામાં આવે. રાજ્યમાં હજારો લોકોના સોના-ચાંદીના મુદ્દામાલ પોલીસ સ્ટેશનોમાં રાખવામાં આવ્યા હશે એ કેટલા સલામત છે? એની પણ એકવાર તપાસ કરવામાં આવે, તો આવા અનેક કિસ્સા સામે આવી શકે છે. પોતાને યોગ્ય ન્યાય મળે અને પોતાની સોનાની રણી પરત મળે તેવું કરીને સમાજમાં દાખલો બેસાડવાની જરૂર છે. આમ જનતાનો વિશ્વાસ પોલીસ ટકી રહે તેવી અરજ પણ મહિલા દ્વારા અરજી મારફત કરવામાં આવી છે. મહિલાના વકીલ દ્વારા ગુજરાત રાજ્યના પોલીસ વડાને પણ અરજીની નકલ મોકલીને પોતાને મદદ માટે માગણી કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.