તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સોના-ચાંદીમાં તેજીનો યુ-ટર્ન જોવા મળ્યો છે. સોનું 7 ઓગસ્ટના રેકોર્ડ પ્રતિ 10 ગ્રામ 58000ની સપાટીથી છ માસના અત્યંત ટૂંકાગાળામાં સરેરાશ રૂ.9000 ઘટી અત્યારે રૂ.48000ની સપાટી પર બોલાઇ ચૂક્યું છે. સોનામાં ઘટાડાના મુખ્ય કારણોમાં વૈશ્વિક સ્તરે કોરોના વેક્સિનની ઉપલબ્ધી, બજેટમાં આયાત ડ્યૂટીમાં 5 ટકાનો ઘટાડો કરી 7.5 ટકા કરી દેવામાં આવતા તેમજ હેજફંડો-રોકાણકારો ગોલ્ડમાં પ્રોફિટબુક કરી ઇક્વિટીમાં પ્રવેશતા માર્કેટમાં શોર્ટટર્મ ટ્રેન્ડ નેગેટિવ રહ્યો છે.
બૂલિયન એનાલિસ્ટોના મતે સોનામાં રૂ.48000ના ભાવે ખરીદવું ઉત્તમ સાબીત થઇ શકે છે. લોંગટર્મ ફંડામેન્ટલ તેજીના બની રહ્યાં છે. વર્ષાન્ત સુધીમાં સોનું ફરી વધી પ્રતિ 10 ગ્રામ 58000-60000ની સપાટીએ પહોંચશે તેવો અંદાજ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઓગસ્ટ માસમાં રેકોર્ડ2067 ડોલરની સપાટી કુદાવ્યા બાદ સરેરાશ 230 ડોલર ઘટી 1820 ડોલર બોલાઇ રહ્યું છે.
તેજીના કારણોમાં ઇક્વિટી માર્કેટમાં કરેક્શનનો દોર શરૂ થતા સોના-ચાંદીમાં હેજફંડોની ખરીદી ખુલશે આ ઉપરાંત ફેડરલ રિઝર્વ લોંગટર્મ શુન્ય વ્યાજદર જાળવી રાખશે, વીશ્વના ટોચના દેશો ફુગાવાને ધ્યાનમાં રાખી કરન્સીનું ડિવેલ્યુએશન કરશે જેના કારણે સેન્ટ્રલ બેન્ક, હેજફેડ્સ તથા SPDRગોલ્ડ ઇટીએફ હોલ્ડિંગથી બૂલિયનમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળી શકે છે. જ્યારે ચાંદી સપતાહ પૂર્વે 30.03 ડોલરની સપાટી પહોંચતા અમદાવાદ ખાતે રૂ.73000 બોલાઇ હતી જે ઘટીને અત્યારે રૂ.68500 બોલાઇ રહી છે.
સોનામાં કરેક્શનનાં મુખ્ય 5 કારણ
સોનામાં : કયા-કયા કારણોસર હવે તેજીની આશા
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.