બેખોફ વેચાતા દારુનો પર્દાફાશ:અમદાવાદના અસલાલીમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલે દારુ ભરેલું ગોડાઉન ઝડપ્યું, 40 લાખનો મુદ્દામાલ જપ્ત

13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક આરોપી પકડાયો, પાંચ આરોપી વોન્ટેડ, એસએમસીએ અનેક વખત જિલ્લામાં બેખોફ વેચાતા દારુનો પર્દાફાશ કર્યો

અમદાવાદ જિલ્લામાંથી વારંવાર દારુ, સળીયા કટીંગ સહિતની અનેક ગેરકાયદે પ્રવૃતિઓ પકડી પાડી અમુક પોલીસની ગોઠવણનો એસએમસીએ પર્દાફાશ કર્યો છે. અસલાલી વિસ્તારમાં આવેલા પુષ્પમ એસ્ટેટ નજીક આવેલા ગોડાઉનમા દારુનો જથ્થો સ્ટેટ મોનિટરીંગ સેલે પકડી પાડ્યો છે. એસએમસીએ 20 લાખનો દારુ, વાહનો મળી કુલ 40 લાખથી વધુનો મુદ્દામાલ પકડી પાડ્યો છે અને વારંવાર જિલ્લામાં દારુનો જથ્થો, દારુનું કટીંગ અને જુગાર પકડાય છે પરંતુ બેખોફ ગેરકાયદે પ્રવૃતિ ચાલુ રહેતી હોવાની ચર્ચા છે.

પીએસઆઇના ઈશારે જ ગેરકાયદે કામ થાય છે
સ્ટેટ મોનિટરીંગ સેલ આટલી રેડ કરે છે છતા રાજ્ય પોલીસ વડા સ્થાનિક પોલીસ અને ડેપ્યુટશન પર આવેલા પીએસઆઇના ઈશારે જ ગેરકાયદે કામ થાય છે જેની રજુઆત છેક રાજ્યના પોલીસ વડા સુધી થઈ છે. બીજી તરફ અગાઉ સસ્પેન્ડ થયેલા પીએસઆઇ ફરી અમદાવાદ જિલ્લામાં લાવી તેની સાથે એક ક્રાઇમ બ્રાન્ચમાં કોન્સ્ટેબલ સામે પણ રજુઆત છેક વિજિલન્સના અધિકારી સુધી થઈ છે.

એસએમસીએ ગત મોડી રાત્રે રેડ કરી હતી
અમદાવાદ જિલ્લાના અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પુષ્પમ એસ્ટેટની ગલીમાં આવેલા ગોડાઉનમાં મોટી માત્રામાં દારુ છે અને જિલ્લા તથા શહેરમાં તે દારુ સપ્લાય કરવામાં આવતો હોવાની માહિતી એસએમસીને મળી હતી. જેથી એસએમસીએ ગત મોડી રાત્રે રેડ કરી હતી. એસએમસીએ રેડ કરતા અમુક આરોપીઓ ત્યાથી ભાગવામાં સફળ રહ્યા હતા. પોલીસે ગોડાઉનમાંથી 20 લાખનો દારુ, બે મોબાઇલ, 3 વાહનો અને 5 હજાર રોકડા પકડી પાડ્યા હતા. પોલીસે પ્રકાશ નરસિંગ દેવાસીને પકડી પાડ્યો હતો. એસએમસીએ કુલ 40 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

PSI બદલી બાદ પણ જિલ્લામાં જ ફરતા રહે છે
પોલીસે ઓમ પ્રકાશ, ટુ વ્હિલર વાહનના ચાલક તેની પાછળ બેઠેલો શખસ, મુકેશ ગૌતમ ભોલ, છોટા હાથીનો ચાલકને વોન્ટેડ જાહેર કર્યા હતા. આમ વારંવાર જિલ્લામાં દારુનુ કટીંગ, દારુના ગોડાઉન અને દારુનો જથ્થો પકડાયો છે પરંતુ ગૃહ વિભાગ કે રાજ્ય પોલીસ વડા જિલ્લા પોલીસ સામે કાર્યવાહી કરી ન શકતા હોવાની ચર્ચા પોલીસ બેડામાં થઇ રહી છે. અગાઉ જિલ્લામાં ફરજ બજાવતા પીએસઆઇની ગેરરીતી સામે આવી તેને સસ્પેન્ડ કર્યા બાદમાં તેની જિલ્લા બહાર બદલી થઇ છતાં તે જિલ્લામાં ફરતા રહે છે આ અંગે રાજ્ય પોલીસના ઉચ્ચ અધિકારીઓ જાણવા છતાં પીએસઆઇ વગદાર હોવાના કારણે કોઇ કંઇ કરી શકતુ ન હોવાની પોલીસ બેડામાં ચર્ચા છે.

અન્ય સમાચારો પણ છે...