તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

143મી રથયાત્રા:જમાલપુર મંદિરમાં આજે ભગવાનના સોનાવેશના દર્શન, હાથી બાદ રથનું પૂજન કરાયું

અમદાવાદ3 મહિનો પહેલા
  • મંદિરમાં સોનાવેશમાં ભગવાનના દર્શન કરવા લોકો ઉમટી પડ્યા
  • 143 વર્ષમાં પહેલી વાર અષાઢી પડવે કાલી રોટી-સફેદ દાલનો ભંડારો નહીં થાય
  • વિપક્ષના નેતા સાંજે રથનું પૂજન કરશે, મુખ્યમંત્રી સાંજની આરતીમાં ભાગ લેશે

રથયાત્રા પહેલા આજે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીએ સોનાવેશ ધારણ કર્યો છે. વર્ષમાં એકવાર આજના દિવસે ભગવાન સોનાના અલંકાર ધારણ કરે છે અને લોકોને દર્શન આપે છે. આજે મંદિરમાં સોનાવેશમાં ભગવાનના દર્શન કરવા લોકો ઉમટી પડ્યા હતા. રવિવારે નેત્રોત્સવ વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. હાથીનું પૂજન કરવામાં આવ્યું હતું. સાંજે રથનું પૂજન કરાયું હતું.

માલપુવા અને દૂધપાકનો ભંડારો નહીં થાય
143 વર્ષમાં પહેલી વાર અષાઢી પડવે કાલી રોટી-સફેદ દાલ (માલપુવા અને દૂધપાક)નો ભંડારો નહીં થાય.  જે દર વર્ષે રથયાત્રાના આગલા દિવસે એટલે કે અષાઢી એકમે જગન્નાથ મંદિરે થાય છે અને 1 લાખથી વધુ સાધુસંતો અને ભક્તો એનો લાભ લે છે

ત્રણેય રથ અને હાથીને મંદિર લાવવામાં આવ્યા, સાંજે પૂજા
સવારે મંદિર પરિસરમાં ત્રણેય રથને લાવવામાં આવ્યા છે. રથને લાવ્યા બાદ તેની સાફસફાઈ કરવામાં આવી હતી. ઉપરાંત ગજરાજોને પણ મંદિરમાં લાવવામાં આવ્યા હતા અને ગજરાજનું પૂજન કરવામાં આવ્યું હતું. મંદિરના મહંત અને પૂજારીઓ દ્વારા શણગારેલા ગજરાજોનું પૂજન કરવામાં આવ્યું હતું.સાંજે રથોનું પૂજન કરાયું હતું. વિપક્ષના નેતા સાંજે રથનું પૂજન કરશે. જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાંજની આરતીમાં ભાગ લેશે.

ઘરે બેસી મીડિયાના માધ્યમથી દર્શન કરવા અપીલ
મંદિરના મહંત દિલિપદાસજી મહારાજે લોકોને ઘરે બેસી મીડિયાના માધ્યમથી ભગવાનના દર્શન કરવા અપીલ કરી છે. કોરોનાનાં સંક્રમણને ધ્યાનમાં રાખી અને રથયાત્રા નહીં કાઢવાનો મંદિર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો