ચોરી:ભગવાનને ગરમી ન લાગે માટે પૂજારૂમ ખુલ્લો રાખ્યો, ચોર દાગીના ચોરી ગયો

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નવરંગપુરાની પ્રકાશપાર્ક સોસાયટીની ઘટના, ચોરે પૂજારૂમના બારણેથી પ્રવેશી 1.40 લાખની મતા ચોરી

નવરંગપુરામાં રહેતો પરિવાર ભગવાનને ગરમી ના થાય તે માટે ટેબલ ફેન ચાલુ રાખી એક પૂજા રૂમનો દરવાજો ખુલ્લો રાખી સૂઈ ગયો હતો. દરમિયાન તસ્કરો પૂજારૂમના બારણેથી ઘરમાં પ્રવેશી રૂ.1.40 લાખની મતા ચોરી ગયા હતા. આ અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે.

નવરંગપુરા કોર્મસ છ રસ્તા પાસે પ્રકાશપાર્ક સોસાયટીમાં રહેતા મનોજ ગાંધી અને તેમનો પરિવાર બુધવારે રાતે ગરમી લાગતી હોવાથી ભગવાન ઠાકોરજીને ગરમી ના થાય તે માટે પૂજારૂમનો દરવાજો ખુલ્લો મૂકી ટેબલ ફેન ચાલુ રાખી સૂઈ ગયા હતા.

મધરાતે પૂજારૂમના દરવાજામાં થઈને ચોર તેમના ઘરમાં પ્રવેશ્યા હતા અને રોકડા 1.20 લાખ સોના-ચાંદીના દાગીન વગેરે મળી કુલ રૂ. 1.47 લાખની મતા ચોરી ગયા હતા. આ અંગે મનોજભાઈ ગાંધીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...