ગુજરાત નેશનલ યુનિવર્સિટી (જીએનએલયુ) અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત સ્ટેટ બ્રાન્ચ (આઈએમએ જીએસબી) એ મેડિકલ પ્રોફેશનલ્સ-ડોક્ટરો માટે મેડિકલ, લો, પોલિસી અને એથિક્સને લગતો એક વર્ષનો પીજી ડિપ્લોમા કોર્સ શરૂ કરવા માટે એક સમજૂતી કરાર એમઓયુ કર્યો છે, જેના ભાગરૂપે જીએનએલયુમાં તબીબો માટે મેડિકલ લો, પોલિસી અને એથિક્સનો એક વર્ષનો પીજી ડિપ્લોમા કોર્સ જાન્યુઆરી-23થી શરૂ કરવામાં આવશે.જીએનએલયુના ડિરેક્ટર ડૉ. એસ. શાંથાકુમાર અને આઈએમએ જીએસબી સેક્રેટરી ડો. મેહુલ શાહે શનિવારે આ માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.
ડો. મેહુલ શાહે જણાવ્યું કે, આજના જટિલ હેલ્થકેર લેન્ડસ્કેપ પડકારોને પહોંચી વળવા મેડિકલ પ્રેક્ટિશનર માટે કાયદાનું જ્ઞાન વધુને વધુ જરૂરી બની રહ્યું છે, જેથી અમે મેડિકલ પ્રોફેશનલ્સ માટે મેડિકલ લો, પોલિસી અને એથિક્સનો નવો ડિપ્લોમા કોર્સ શરૂ કરવા દેશની સર્વશ્રેષ્ઠ કાયદાની યુનિવર્સિટીઓમાંની એક જીએનએલયુ સાથે જોડાયા છે.
જીએનએલયુ ડિરેક્ટર અને પ્રોફેસર ડૉ. એસ. શાંથાકુમારે જણાવ્યું કે, ‘ડોક્ટરે ખાસ આવા કાયદાનું જ્ઞાન મેળવવું જોઈએ, કારણ કે ડૉક્ટર-દર્દીનો સંબંધ નાજુક છે. નવા કોર્સ દ્વારા ડોક્ટરોને હેલ્થ કેર પ્રોફેશનલ્સ સમક્ષના સમકાલીન કાનૂની, નૈતિક પડકારોનો અભ્યાસ કરવાની તક મળશે, જેમાં મેડિકલ નેગલિજન્સ, આસિસ્ટેડ રિપ્રોડક્શન, ગર્ભપાત, જિનેટિકસ-આનુવંશિક, તબીબી, સારવારના ધોરણો, ટ્રાન્સપ્લાન્ટેશન, અંગ પ્રત્યારોપણ, ઇચ્છામૃત્યુ જેવા મુદ્દાઓ સહિત વ્યાપક કવરેજ હશે.
ડિપ્લોમા કોર્સમાં આ વિષયો આવરી લેશે.
ફરજિયાત વિષયો
વૈકલ્પિક વિષયો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.