રાષ્ટ્રીય મહિલા આયોગે જોધપુર અને ઔરંગાબાદમાં મહિલા સુરક્ષા ઓડિટ (વુમન્સ સેફ્ટી ઓડિટ) કરવા માટે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીની નિમણૂક કરી છે. શહેરી વિસ્તારોમાં મહિલાઓને વારંવાર જાહેર સ્થળ, કાર્યસ્થળમાં હિંસા, જાતીય સતામણીનો સામનો કરવો પડે છે, જેના લીધે મહિલાઓ મુક્તપણે ઘર બહાર કામ કરવાનું ટાળે છે. આથી રાષ્ટ્રીય મહિલા આયોગે દેશના 12 શહેરોમાં મહિલા સુરક્ષા ઓડિટ કરવાનું નક્કી કરી જોધપુર, ઔરંગાબાદમાં મહિલા સુરક્ષા ઓડિટ કરવાની જવાબદારી જીએનએલયુને સોંપી છે.
મહિલાઓ માટે મૈત્રીપૂર્ણ વાતાવરણનું નિર્માણ જરૂરી
વિકાસશીલ અર્થતંત્રમાંથી વિકસિત અર્થતંત્ર થવા તરફ પ્રગતિ કરવા માટે આપણા લેબર ફોર્સમાં મહિલાઓની ભાગીદારીમાં નોંધપાત્ર સુધારો કરવો પડશે અને તે માટે મહિલાઓ માટે મૈત્રીપૂર્ણ શહેરોનું નિર્માણ કરવું ખૂબ જ જરૂરી છે. મહિલાઓ માટે મૈત્રીપૂર્ણ વાતાવરણ ઊભંુ કરીને મૈત્રીપૂર્ણ શહેરોના નિર્માણમાં રાષ્ટ્રીય મહિલા આયોગની પહેલ મહત્વપૂર્ણ પૂરવાર થશેે.- પ્રો. ડો. સંજીવી શાંથાકુમાર, ડાયરેક્ટર,જીએનએલયુ
જાહેર સ્થળે માળખાકીય સુવિધાનો અભ્યાસ કરાશે
શહેરમાં પબ્લિક રોડ, પબ્લિક ટ્રાન્સપોર્ટ, રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન, બાગ બગીચા, બજારો, શાળા, કોલેજ, યુનિવર્સિટી કેમ્પસ, હોસ્પિટલ, બેન્ક તથા એટીએમ, પાર્કિંગ પ્લોટ, ધાર્મિક સ્થળો, જાહેર શૌચાલય ઉપરાંત કે જ્યાં ઘણા માણસો કામ કરતા હોય અથવા હાજર હોય તેવા સ્થળો પર મહિલાઓની સલામતી માટે ઉપલબ્ધ માળખાકીય સુવિધાનો અભ્યાસ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.