ઉજવણી:અમદાવાદની GLS લૉ કોલેજમાં માનવ અધિકાર દિવસની ઉજવણીના ભાગરૂપે “ગ્રીન મોડેલ યુનાઇટેડ નેશન્સ 2020” સ્પર્ધા યોજાઈ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાંચ દેશોના વિદ્યાર્થીઓએ પ્રતિનિધિત્વ કર્યું - Divya Bhaskar
પાંચ દેશોના વિદ્યાર્થીઓએ પ્રતિનિધિત્વ કર્યું
  • આ સ્પર્ધામાં પાંચ દેશોનાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો

આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ ની અનોખી ઉજવણીનાં ભાગ રૂપે GLS લૉ કોલેજના વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર “ગ્રીન મોડેલ યુનાઇટેડ નેશન્સ 2020” સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

પાંચ દેશોના વિદ્યાર્થીઓએ પ્રતિનિધિત્વ કર્યું
આ સ્પર્ધામાં પાંચ દેશોના વિદ્યાર્થીઓ દ્વારા પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું. જેમાં ચીન, રશિયા, ઈજિપ્ત, યુરોપ અને ભારત એમ પાંચ દેશોએ ભાગ લીધો હતો. આ કોમ્પિટિશન ત્રણ રાઉન્ડમાં વેચાયેલી હતી. દરેક રાઉન્ડની સમય મર્યાદા 40 મિનીટ હતી. ભારત, ચીન, યુરોપિયન યુનીયન, રશિયા અને ઈજીપ્ત ને દર્શાવતા યુવા વિદ્યાર્થી મિત્રોએ પોતાનાં આગવા અંદાજમાં જોશ ભેર રજૂઆત કરી.

GLS લૉ કોલેજના વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર “ગ્રીન મોડેલ યુનાઇટેડ નેશન્સ 2020” સ્પર્ધાનું આયોજન
GLS લૉ કોલેજના વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર “ગ્રીન મોડેલ યુનાઇટેડ નેશન્સ 2020” સ્પર્ધાનું આયોજન

સ્પર્ધામાં નિર્ણાયક તરીકે આ મહાનુભાવો હતાં
આ સ્પર્ધાનાં જજીસ તરીકે ડો.સાંઈરામ ભટ્ટ (લો પ્રોફેસર- “નેશનલ લો યુનિવર્સીટી બેંગ્લોર),ડો. અશ્વિનીકુમાર (અસોસીએટ પ્રોફેસર ,ફેકલ્ટી ઓફ પ્લાનીંગ CEPT યુનિવર્સીટી) અને આદિત્ય પ્રતાપસિંગ (સુપ્રીમ કોર્ટ-એડવોકેટ) ભૂમિકા ભજવી હતી.

GLS લો કોલેજનાં પ્રોફેસરોએ સ્પર્ધાનું સંચાલન કર્યું હતું
GLS લો કોલેજનાં પ્રોફેસરોએ સ્પર્ધાનું સંચાલન કર્યું હતું

ડો. સાંઈરામ ભટ્ટે તેમનાં મંતવ્ય જણાવતાં વિદ્યાર્થીઓને પ્રવર્તમાન મુદ્દાઓને વધુ અસરકારક દર્શાવવાનું માર્ગદર્શન આપ્યું. ડો. અશ્વિનીકુમારે યુવા મિત્રોનાં ઉત્સાહની સરાહના કરતાં તેમને બહોળા પરિપ્રેક્ષ્યની આવરે તેવા મુદ્દાઓ પર વધુ ધ્યાન આપવાનું સૂચન કર્યું.એડવોકેટ આદિત્યનાથ પ્રતાપસિંહે NGT માં આવતા મુદ્દાઓને તાકતા વિદ્યાર્થીઓને આ સ્પર્ધામાં અસરકારક રીતે ભાગ લેવા મદદ પ્રોત્સાહન આપ્યું. આ સ્પર્ધાનું સફળ સંચાલન GLS લો કોલેજનાં પ્રોફેસર મિસ.જીયા માથારાની, મિસ ઉર્વશી શર્મા, ડો.રીદ્ધિતા પરીખ અને ડો.પાયલ મહેતા એ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...