તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આઝાદી કા અમૃત મહોત્સવ:અમદાવાદમાં સિંધુભવન રોડ ખાતે કોર્ટયાર્ડ મેરિયટ હોટલમાં પ્રજાપતિ સમાજની ગ્લોબલ મીટ યોજાઈ

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રજાપતિ સમાજના ગ્લોબલ મીટની તસવીર - Divya Bhaskar
પ્રજાપતિ સમાજના ગ્લોબલ મીટની તસવીર

ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થવાના અવસરે દરેક દેશવાશી 'આઝાદી કા અમૃત મહોત્સવ'ની ઉજવણી કરી રહ્યો છે. મનીષ મીડિયાએ પોતાના અભિનય અને ઉત્કૃષ્ટ 46 કોફી-ટેબલ પ્રકાશિત કરીને દેશ-વિદેશમાં ભારતનું માન વધાર્યું છે. જેને અમેરિકન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનથી ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ડો. મનમોહન સિંહે પ્રકાશિત કર્યું છે.

હવે મનીષ મીડિયા અને PEN પ્રજાપતિ આંત્રપ્રિન્યોર નેટવર્કની મદદથી આગામી રામનવમી 2022એ 3 દિવસીય (9,10 અને 11 એપ્રિલ 2022) સમારોહ થશે. જેમાં પ્રજાપતિ, કુંભાર અને કુમાવત જાતિના રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરથી રાજકીય, સરકારી અધિકારીઓ, કલાકાર, ઉદ્યોગપતિઓનું 3 દિવસીય સંમેલન થશે. આ સંમેલનમાં સાંસ્કૃતિક, સામાજિક, રાજકિય અને આર્થિક મુદ્દા પર ચર્ચા-વિચારણ કરી પારસ્પરિક સંબંધોને સાંસ્કૃતિક, આર્થિક વિકાસ અને રાજકીય સહભાગીતા વધારવા પર ચિંતન-મનન કરવામાં આવશે. તેને ધ્યાનમાં રાખીને આજે 25 ઓગસ્ટે 2021એ પ્રજાપતિ સમાજની ગ્લોબલ મીટનું આયોજન હોટલ કોર્ટયાર્ડ મેરીયટ સિંધુભવન રોડ પર કરવામાં આવ્યું.

પ્રજાપતિ સમાજની ગ્લોબલ મીટના આયોજનમાં જૂનાગઢના ધીરુભાઈ ગોહિલ, લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ બળદેવ પ્રજાપતિ, પાલનપુરના પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ પ્રજાપતિ, મુખ્ય કાર્યકારી 109 જસવંતભાઈ પ્રજાપતિ, સૂરત મેટ્રોના મેનેજર કાંતિભાઈ ઓઝા, પેન સૂરત અને બરોડાના કાર્યકારિણી સદસ્ય ઉપસ્થિત રહ્યા.

તમામે સમાજના વિકાસ અને 'જ્વેલ્સ ઓફ પ્રજાપતિ'ને આંતરરાષ્ટ્રીય સંમેલનને ભરપૂર સફળ બનાવવાનું આશ્વાસન આપ્યું. પેનના અધ્યક્ષ રાહુલ પ્રજાપતિએ સૌને જોડાવા અને પ્રગતિના માર્ગને મોકળો કરવા આહવાહન કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...