તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આશાનું નવું કિરણ:કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓમાં ઓક્સિજન, નબળાઇ અને તણાવની સમસ્યા, ફિઝિયોથેરાપીથી તબીબોએ દર્દીઓમાં નવા 'પ્રાણ' પૂર્યા

અમદાવાદએક મહિનો પહેલા
પોસ્ટ કોવિડ સમસ્યાથી પીડાતા દ�
  • દર્દીઓમાં કોરોના બાદ શરીર પહેલા જેવું ફંક્શન નથી કરતું, શરીરમાં ઓક્સિજનની અછત રહે છે
  • ફિઝિયોથેરાપી ટ્રિટમેન્ટથી દર્દીઓમાં ઓક્સિજન ઓછું હોવા છતાં તેઓને રાહત મળે છે
  • માનસિક તણાવથી પીડાતા દર્દીઓમાં પણ ફિઝિયોથેરાપીથી ઘણો ચેન્જ જોવા મળ્યો

કોરોનાની મહામારીના કારણે આખા વિશ્વમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દેશમાં પણ કોરોનાના કારણે હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન, દવા અને ઇન્જેક્શન ખૂટી પડ્યા હતા. જેમાં રાજ્યની વાત કરીએ તો 4 મહાનગરોમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો હતો. કોરોનાની બીજી લહેર એટલી ભયાવહ સાબિત થઈ હતી કે લોકો એકબીજાની મદદ કરવા પણ વિચારતા હતાં. કારણ કે આ રોગની કોઈ ચોક્કસ દવા હજી સુધી શોધાઈ નથી. જેથી તમામ દર્દીઓને WHOની ગાઈડલાઇન મુજબ એન્ટિબાયોટિક આપવામાં આવે છે. ત્યારે આ રોગની સારવારમાં ફિઝ્યોથેરાપીએ પણ મહત્વનો ભાગ ભજવ્યો છે. જેનો સૌથી વધારે ફાયદો લોકોને બીજી લહેરમાં થયો છે.

પોસ્ટ કોવિડ મુશ્કેલીઓ માટે ફિઝિયોથેરાપી ઉપયોગી
કોરોનાની બીજી લહેરમાં સૌથી વધારે દર્દીઓ ઓક્સિજનની જરૂરિયાત વાળા જોવા મળ્યા હતા. ફિઝિયોથેરાપીમાં ઘણી એવી કસરત અને ટ્રીટમેન્ટ છે કે જેમાં ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા આ ટ્રીટમેન્ટ ઘણી મદદરૂપ સાબિત થઈ છે. કોરોનાંના દર્દીઓ સિવાય પોસ્ટ કોવિડના દર્દીઓમાં પણ હવે ઓક્સિજન જરૂરિયાત અને નબળાઇ જોવા મળે છે કોરોનાના કેસ ઘટ્યા બાદ પોસ્ટ કોવિડના દર્દીઓમાં માનસિક તણાવ, નબળાઈ અને ઓક્સિજનની જરુરિયાત, શ્વાસ ચઢવો એવી સમસ્યાઓ જોવા મળે છે આવા દર્દીઓનો ઘસારો પણ હોસ્પિટલમાં વધ્યો છે.

કોરોના બાદ શરીરમાં નબળાઈ, ઓક્સિજન ઘટી જવા જેવી સમસ્યા
કોરોના બાદ શરીરમાં નબળાઈ, ઓક્સિજન ઘટી જવા જેવી સમસ્યા

રિસર્ચમાં ફિઝિયોથેરાપીથી કોરોનાની મુશ્કેલીઓમાં સારા પરિણામ મળ્યા
જોકે આવા દર્દીઓનેને ફિઝિયોથેરાપીની અલગ અલગ ટ્રીટમેન્ટ આપવામાં આવ્યા બાદ રિસર્ચમાં એ સાબિત થયું છે કે, આ દર્દીઓ ઓછા ઓક્સિજન સાથે સારું જીવન જીવી શકે છે. તેઓની માનસિક સ્થિતિમાં પણ સુધારો જોવા મળ્યો છે. ફિઝિયોથેરાપી વિભાગના નિષ્ણાંત ડો.સ્વીટી શાહે Divya Bhasakr સાથેની વાતચીતમાં જણાવ્યું કે, કોવિડ મહામારી દરમિયાન ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ ઘણી મહત્વની સાબિત થઈ છે. હું અને મારી ટીમ આ મહામારી દરમિયાન SVP હોસ્પિટલમાં ઘણા કોવિડના દર્દીઓને ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ આપવા માટે જતા હતા.

ફિઝિયોથેરાપીની મદદથી દર્દીઓને સમસ્યા ઓછી કરાઈ રહી છે
ફિઝિયોથેરાપીની મદદથી દર્દીઓને સમસ્યા ઓછી કરાઈ રહી છે

ઓક્સિજનની અછત, નબળાઈ, તણાવ જેવી સમસ્યા
તેઓ વધુમાં કહે છે, લોકો ઘણા હતાશ અને દુઃખી જોવા મળતા હતા. લોકો મોટાભાગે માનસિક રીતે પડી ભાગતા હતા. ત્યારે અમે તેઓને અમુક કસરત કરાવી અને થોડા અલગ અલગ ગરબાના સ્ટેપ કરાવી તેઓને એક્ટિવિટીમાં વ્યસ્ત રાખતા હતા. જેથી તેઓનું બોડી પણ ફંક્શન કરે અને તેઓ માનસિક રીતે પણ સારું અનુભવે. ત્યારબાદ હાલ કોરોનાના કેસ ઘટ્યા છે પણ પોસ્ટ કોવિડના દર્દીઓની સમસ્યા વધી છે. હોસ્પિટલમાં તેવા દર્દીઓનો ધસારો વધ્યો છે. જેમાં ઓક્સિજનની અછત, નબળાઈ અને માનસિક તણાવ જેવી સમસ્યાઓ મુખ્યત્વે જોવા મળે છે. અમે તેઓને ફિઝિયોથેરાપી વિભાગમાં અલગ અલગ કસરત કરવીએ છીએ. સાથે તેઓ ઓછા ઓક્સિજનની જરૂરિયાતથી કેમનું સારું જીવન જીવી શકાય તે માટે તેઓને સલાહ આપીએ છે.

'દિવસ દરમિયાન 10-15 મિનિટ કસરત કરવી જરૂરી'
ડો. સ્વીટી શાહ આગળ કહે છે કે, શરીરમાં કોઈ પણ અંગ હલાવો એટલે ઓક્સિજનની જરૂર પડે. પરંતુ કઈ રીતે ઓછા ઓક્સિજનના ઉપયોગ તમે તે જ કાર્ય કરી શકો એ અમે શીખવાડીયે છીએ. કેટલાક દર્દીઓને શ્વાસ ચડી જાય છે, તેઓને અમે ટ્રીટમેન્ટ આપીને તેમને એવી કસરત શીખવાડીએ છીએ કે તેઓ ઘરે પણ આ કસરત કરી શકે. પરંતુ એ હકીકત છે કે પોસ્ટ કોવિડના કેટલાક દર્દીઓ પહેલા જેટલું પોતાનું શરીરનું હલનચલન નથી કરી શકતા. જોકે તમામ લોકોને અપીલ છે કે દિવસ દરમિયાન 10-15 મિનિટ કસરત તો કરવી જોઈએ તો તમારું શરીર ફિટ રહેશે.

અન્ય સમાચારો પણ છે...