તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમિત ચાવડાનો CMને પત્ર:કોરોના વોરિયર ગણી જીવ ગુમાવનારા 52 પત્રકારોને સહાય આપો, સંક્રમિત થનારા પત્રકારો અને તેના સ્વજનોને સારવાર ખર્ચ આપો

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમિત ચાવડાની ફાઈલ તસવીર - Divya Bhaskar
અમિત ચાવડાની ફાઈલ તસવીર
  • પત્રકાર જગતની લાગણી સાથે પણ કોંગ્રેસ પરિવાર સંમત છે
  • પત્રકારો, રીપોર્ટર, ટેકનિશિયન, કેમેરામેન વગેરે તમામને કોરોના વોરિયર્સ ગણી સહાય આપવી જોઈએ

કોરોના મહામારી દરમિયાન પત્રકારોએ કોરોના વોરિયર બનીને કરેલી કામગીરી અને આ દરમિયાન જીવ ગુમાવનારા પત્રકારો મામલે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. અમિત ચાવડાએ પત્રકારોને કોરોના વોરિયર ગણી કોરોનામાં જીવ ગુમાવનારા 52 પત્રકારો માટે સહાય જાહેર કરવા માગ કરી છે.

તમામ કોરોના વોરિયર્સ પ્રત્યે સરકારની વિશેષ જવાબદારી
એક અત્યંત સંવેદનશીલ તેમજ ગંભીર બાબતે આપનું ધ્યાન દોરવા આ પત્ર પાઠવી રહ્યો છું. આપ જાણો જ છો કે કોરોના મહામારીની બીજી લહેર કેટલી ઘાતક અને જીવલેણ સાબિત થઈ છે. આ મહામારી વચ્ચે પણ જવાબદારી પૂર્વક પોતાની ફરજનિષ્ઠા નિભાવનાર તમામ કોરોના વોરિયર્સ પ્રત્યે સરકારની એક વિશેષ જવાબદારી બની રહે છે. પરંતુ પત્રકાર જગત કમનસીબે આ કોરોના વોરિયર્સનો હિસ્સો ના હોય એવું જનમાનસમાં પ્રતિપાદિત થઈ રહ્યું છે.

52એ જીવ ગુમાવ્યા 3000 પરિવારજનો સંક્રમિત થયા
મારા ધ્યાન પર આવ્યા મુજબ, પત્રકારોના સંગઠન દ્વારા એકત્રિત કરાયેલી માહિતી અનુસાર લગભગ 52 જેટલા મીડિયાકર્મીઓએ કોરોના વચ્ચે કામ કરતા કરતા જીવ ગુમાવ્યો છે. ગુજરાતના ખૂણે ખૂણે ખબર માટે સંક્રમિત ગલીઓમાં ઘુમતા આ મીડિયાકર્મીઓના સંક્રમિત થવાથી એમના 3000 જેટલા પરિવારજનો પણ સંક્રમણનો ભોગ બન્યા હોવાનું પત્રકારોએ એકઠી કરેલી માહિતીમાં જાણવા મળ્યું છે. પ્રજા સુધી સરકારની વાત અને પ્રજાની સમસ્યા સરકાર સુધી પહોંચાડવાનું કામ કરતા આ મહત્વપૂર્ણ મીડિયાકર્મીઓ પ્રત્યે આપણા સૌનું ઉત્તરદાયિત્વ બને છે.

અમિત ચાવડાએ લખેલો પત્ર
અમિત ચાવડાએ લખેલો પત્ર

મરણોત્તર રાશી સ્વરૂપે વ્યાજબી વળતર ચૂકવવું જોઈએ
સરકારની આરોગ્ય વ્યવસ્થાનો પનો ટૂંકો પડતા ખાનગી દવાખાનાઓમાં સારવાર લેવાની મજબૂરીએ પત્રકારો અને તેમના પરિવારની સારવાર પાછળ ઘણો અસહ્ય ખર્ચ થાય એ સ્વભાવિક છે. ઓક્સિજન, ઈન્જેક્શન અને આવશ્યક દવાઓ મેળવવા માટે રઝળપાટ કરતી સામાન્ય પ્રજા જેવી જ સ્થિતિ તમામ વર્ગની હતી, એટલે પત્રકાર જગત પર પણ તેની અસર થઈ છે. આ સંજોગોમાં પત્રકારો અને તેમના સ્વજનોને કોરોનાની સારવાર માટે જે પણ ખર્ચ થયો હોય તે સરકારે ભોગવવો જોઈએ તેવી મીડિયાકર્મીઓને વ્યાજબી માંગણી પ્રત્યે સરકારે સકારાત્મક વલણ દાખવવું જોઈએ એવો અમારો આપને આગ્રહ છે.

જે મીડિયાકર્મીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે, સરકારે તેમને મરણોત્તર રાશી સ્વરૂપે વ્યાજબી વળતર ચૂકવવું જોઈએ તેવી પત્રકાર જગતની લાગણી સાથે પણ કોંગ્રેસ પરિવાર સંમત છે. મીડિયા જગતમાં જેમાં પત્રકારો, રીપોર્ટર, ટેકનિશિયન, કેમેરામેન વગેરે તમામને કોરોના વોરિયર્સ ગણી રાજ્ય સરકારે સહાય કરવી જોઈએ તેવી અમો આપને અપીલ કરીએ છીએ.

ફરી એકવાર આપને લોકતંત્રની ચોથી જાગીર સમા આ મીડિયાબંધુઓ પરત્વે સંવેદનશીલ તથા સકારાત્મક વલણ દાખવી, શક્ય તેટલી સહાય સત્વરે જાહેર કરવા આવેદન કરુ છું.