મહિલાનો આપઘાત:દીકરીઓને મિલકતમાં ભાગ આપજો... સુસાઇડનોટ લખી સેટેલાઈટની 40 વર્ષીય મહિલાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાએ સુસાઈડનોટમાં લખ્યું- તમારા ચિરાગ અને તેની પત્નીની અંતિમ ઈચ્છા કે અમારી દીકરીઓ સુખી રહે
  • મને ખબર છે મારા મર્યા પછી ખાસ ઘણા બધા કુશ રહેશે અને ઘણા દુઃખી થશે

સેટેલાઇટના રામદેવનગર વિસ્તારમાં આવેલા શેલરાજ બંગલોમાં રહેતી કૃપા પટેલ નામની મહિલાએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. પોલીસને મૃતક કૃપાની સુસાઇડનોટ મળી છે, જેમાં મૃતક મહિલાએ લખ્યું છે કે, મારી મિલકતમાં ભાગ મારી દીકરીઓને આપજો, મારા મૃત્યુથી ઘણા બધા ખુશ થશે અને ઘણા બધા દુઃખી થશે. આ સુસાઇડ નોટના આધારે સેટેલાઇટ પોલીસે તપાસ હાથ ધરી છે.

સુસાઈડ નોટના આધારે તપાસ હાથ ધરી
અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા શેલરાજ બંગલોમાં રહેતી પરિણીતા કૃપા પટેલ (ઉવ.40)એ ગળાફાંસો ખાધો હતો.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ આત્મહત્યાની જાણ થતાં મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. જ્યારે સુસાઇડ નોટના આધારે બીજા તથ્યો તપાસવામાં આવી રહ્યા છે. આ અંગે સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પીઆઈ જે બી અગ્રાવતે જણાવ્યું કે, હાલ આ પ્રકરણમાં અકસ્માતે મોત નોંધીને સુસાઇડ નોટના આધારે તપાસ શરૂ કરી છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

મહિલાની શબ્દસઃ સુસાઈડ નોટ
બધાને ખુશ રહેજો તેવી શુભેચ્છા. મને ખબર છે મારા મર્યા પછી ખાસ ઘણા બધા ખુશ રહેશે અને ઘણા દુઃખી થશે, પણ બસ એક જ વસ્તુ કહેવી છે કે મારા મોત પછી દેવાંશી યાના મા-બાપ વગરનાં થશે તો મારા ભાગની જમીન મકાન કે ખોડિયાર તેલાવ બધુ જ મારી બંને દીકરી દેવાંશી અને યાનાની જ કરજો. મહેરબાની કરીને સીપી પાપાજી આ તમારા ચિરાગ અને તેની પત્નીની અંતિમ ઈચ્છા હતી કે અમારી દીકરીઓ ખૂબ જ સુખી રહે જેમ અત્યારે તમારી દીકરીઓ કવિતા પારૂલ છે. આટલું કરશો તો પણ મારી આત્માને શાંતિ મળશે. મારી બધી ભૂલો મારું મારા માતા-પિતાનું ધ્યાન રાખજો. તેમની એક દીકરી હતી જે હવે નથી, ધન્યવાદ નિરૂ. મમ્મી આ હતી મારા તરફથી તમને બર્થડે ગિફ્ટ કવિતાની ખુશી જે તમારી છે.