અમદાવાદના ઇનસપુરમાં પતિ-પત્ની ઓર વો ફિલ્મ જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પતિની સાથે સલૂનમાં નોકરી કરતી પતિની પ્રેમિકા આજે સવારે ઘરે આવી પહોંચી હતી. એટલું જ નહી પતિની નજર સામે પ્રેમિકાએ પત્નીને નીચે પાડીને માર માર્યો હતો અને ધમકી આપી કે તેને પતિ સાથે રહેવા નહી દઉ મિલકત વેચાવીને તેને રસ્તે રખડતી કરીશ. આ બનાવ અંગે ઇસનપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વહેલી સવારે ઘરે આવીને પ્રેમિકાએ હોબાળો કર્યો
આ કેસની વિગત એવી છે કે ઇસનપુર વિસ્તારમાં ભાડુઆતનગર પાસે એક એપાર્ટમેન્ટમાં ભાડે રહેતી 26 વર્ષની મહિલાએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં રાયપુર ખાતે રહેતી અને પતિના સલૂનમાં નોકરી કરતી પતિની પ્રેમિક સામે ફરિયાદ નોંધાવી છે. પતિ-પત્ની ઘરે હાજર હતા આ સમયે મહિલા તેમના ઘરે આવ્યા હતા અને જોરજોરથી બુમો પાડીને બિભત્સ ગાળો બોલતા કહ્યું તું કેમ તારા પતિ વિશે મને અવાર-નવાર પૂછપરછ કરે છે.
હોબાળો મચતા આસપાસના લોકો દોડી આવ્યા
તેમ કહીને ઉશ્કેરાઇને ફરિયાદી મહિલાનો હાથ ખેંચીને નીચે પાડી દીધા હતી બાદમાં લાફા માર્યા પછી કહ્યું કે તને અને તારા પતિને સાથે રહેવા નહી દઉ, અને તારુ ઘર વસવા નહી દઉ તારી મિકલત વેચાવી દઇને તને રસ્તે રખડતી કરી દઇશ તેવી ધમકી આપી હતી.
પતિ સમજાવવા જતાં પ્રેમિકા તેની પર ઉશ્કેરાઈ
જોરજોરથી બુમો પાડતી હતી જેથી ફરિયાદી મહિલાનો પતિ પ્રેમિકાને સમજાવવા જતાં તેમના ઉપર પણ ઉશ્કેરાઇ ગઇ હતી અને તેમને પણ ગાળો બોલવા લાગી હતી. હોબાળો મચતા આસપાસના લોકો તથા મકાન માલિક દોડી આવ્યા હતા અને મહિલાને સમજાવીને ભગાડી મૂકી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.