તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેમનો કરુણ અંજામ:પ્રેમિકાએ પ્રેમીને કહ્યું તુ મરજા મુજે તેરી જરૂરત નહીં, પ્રેમમાં અંધ થયેલા પ્રેમીએ લાગી આવતાં આપઘાત કર્યો

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રેમી મહતાબ અને પ્રેમિકા ફિરદૌસ - Divya Bhaskar
પ્રેમી મહતાબ અને પ્રેમિકા ફિરદૌસ
 • યુવતીએ પણ યુવક પાસે ત્રણ લાખ માંગ્યા પણ યુવક આપી શક્યો નહીં
 • યુવતીના મા બાપે લગ્ન કરી આપવાનું કહીને પ્રેમી યુવક પાસે ધીમે ધીમે રૂપિયા પડાવ્યા

પોતાના ગમતા પાત્ર સાથે લગ્ન કરવા પ્રેમી કોઈ પણ હદ સુધી જઇ શકે છે.ત્યારે જ્યારે એક માત્ર કોઈ લાલચ કે બદ ઇરાદાથી સબંધ રાખે તેનો હમેશા કરુણ અંજામ આવતો હોય છે.અમદાવાદના એક યુવકને યુવતી સાથે પ્રેમ થયો પણ યુવતી અને તેનો પરિવાર યુવકને ધીમે ધીમે ફસાવીને રૂપિયા પડાવા લાગ્યો હતો. આ બધાની વચ્ચે યુવતીના પરિવારે યુવકને લગ્ન કરવા હોય તો રૂપિયા આપવા પડશે તેવી માંગણી કરેલી. બાદમાં એક દિવસ યુવતીએ કરેલી 3 લાખ રૂપિયાની માગણી યુવક પુરી ન કરી શક્યો છેવટે યુવકને આત્મહત્યા કરવા મજબૂર કરી દીધો હતો. યુવકે આત્મહત્યા કરી લેતા હાલ રામોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રેમીએ લખેલી સુસાઈડ નોટ
પ્રેમીએ લખેલી સુસાઈડ નોટ

પ્રેમિકાનો પરિવાર પ્રેમી પાસે લગ્નની લાલચે રૂપિયા પડાવતો હતો
મુળ ઉત્તરપ્રદેસના મહતાબને 7 ભાઈઓ છે બધા ભાઈઓ પોત પોતાની રીતે અલગ અલગ જગ્યાએ કામ કરે છે.જેમાં નાનો ભાઈ મહતાબ અમદાવાદમાં રામોલ વિસ્તારમાં કામ કરે છે અને અહીંયા જ ભાડે મકાન રાખીને રહેતો હતો.આ દરમિયાન મહતાબને તેની પડોસમાં રહેતી યુવતી ફિરદૌસ સાથે મિત્રતા થઈ અને પછી એક બીજા વચ્ચે પ્રમની શરૂઆત થઈ. આ પ્રેમમાં મહતાબ ગળાડૂબ હતો જ્યારે ફિરદૌસ અને તેનો પરિવાર તેની પાસે દર મહિને રૂપિયા માંગતા હતા.

લગ્નનું નક્કી થયું પછી પણ રૂપિયાની માંગ બંધ ના થઈ
આ વાતની જાણ મહતાબના ભાઈને થતા તેને આમ રૂપિયા આપવાની ના પાડી અને સમજાવ્યો પણ આવું બન્યું નહિ. મહતાબ રૂપિયા આપવાનું ચાલુ રાખ્યું. આખરે મહતાબનો ભાઈ ફિરદૌસના પરિવારને મળ્યો અને લગ્ન કરવા માટે નક્કી કર્યું અને શુકનના રૂપિયા આપી સબંધ નક્કી કર્યા. પરંતુ થોડા દિવસ બાદ ફિરદૌસ અને તેનો પરિવાર ઉત્તરપ્રદેશ જતો રહ્યો. પણ ત્યાંથી પણ મહતાબ પાસે રૂપિયા મંગાવવા ચાલુ રાખ્યું. તેઓ મહતાબને કહેતાં કે તે રૂપિયા નહીં આપે તો તેના લગ્ન ફિરદૌસ સાથે નહીં થવા દેવાય.

પ્રેમીએ સુસાઈડ નોટ લખીને આત્મહત્યા કરી લીધી હતી
પ્રેમીએ સુસાઈડ નોટ લખીને આત્મહત્યા કરી લીધી હતી

આખરે પ્રેમિકાએ જ પ્રેમીને કહ્યું, તુ મરજા મુજે તેરી જરૂરત નહીં હૈ
હવે મહતાબ પાસે 3 લાખ રૂપિયાની માગણી કરી અને ન આપે તો નિકાહ નહિ થવા દે.આ બધાની વચ્ચે ફિરદોસે મહતાબને ફોન પર કીધું તું મરજા મુજે તેરી કોઈ જરૂર નહીં. જેથી મહતાબને લાગી આવતા તેને સુસાઈડ નોટ લખીને આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે રામોલ પોલીસે મહતાબના મોત સંદર્ભે જવાબદાર સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવા પ્રયાસ શરૂ કરી દીધા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો