હુમલો:યુવતીને પ્રેમીએ માર મારતા ગર્ભમાં રહેલા બાળકનું મોત, યુવક પરિણીત હોવાનું છુપાવી યુવતી સાથે લિવ ઈનમાં રહ્યો

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવતીએ પ્રેમી, તેની માતા અને ફોઈ સામે ફરિયાદ નોંધાવી

યુવકે અપરિણીત હોવાનું કહીને યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે લીવ-ઈન રિલેશનશિપમાં રહેતો હતો. એટલું જ નહીં, યુવતી ગર્ભવતી થતાં યુવક અને તેના પરિવારે ગર્ભપાત કરાવવા દબાણ કરીને યુવતીને લાતો અને ફેંટો માર મારતાં તેના ગર્ભમાં રહેલા બાળકનું મૃત્યુ થયું હતું. આ અંગે યુવતીએ તેના પ્રેમી અને પરિવાર સામે ફરિયાદ નોંધાવી છે.

વાસણામાં રહેતી સપના(21)(નામ બદલેલ છે)એ વાસણા પોલીસ સ્ટેશનમાં કેનિલ દંતાણી, પિતા લેનિન દંતાણી, માતા સુનિતાબેન અને ફોઈ મોનાબેન સામે નોંધાવેલી ફરિયાદ અનુસાર સપનાના લગ્ન 7 વર્ષ પહેલાં થયા હતા, જો કે સાસરિયાં સાથે મનમેળ નહીં રહેતા તે 1 વર્ષ સાસરીમાં રોકાયા બાદ પિયર આવી ગઈ હતી.

દરમિયાન 1 વર્ષ પહેલાં સપનાને કેનિલ સાથે પ્રેમસંબંધ બંધાયો, ત્યારે કેનિલે પોતે અપરિણીત હોવાનું કહીને સપના સાથે લગ્નની વાત કરતાં સપનાના માતા-પિતાએ આ સંબંધ પસંદ ન હોવાથી ના પાડી દીધી હતી. તેમ છતાં સપના કેનિલ સાથે અલગથી લીવ-ઈન રિલેશનશિપમાં રહેતી હતી, ત્યારબાદ તેને ખબર પડી કે કેનિલ પરિણીત છે અને એક બાળક પણ છે. જે બાબતે કેનિલ સાથે વાત કરતાં તેણે સપના સાથે ઝગડો-મારઝૂડ કરતો હતો. સપના ગર્ભવતી થતાં તેની સારવાર ચાલતી હતી, જ્યારે બીજી બાજુ કેનિલના માતા-પિતા અને ફોઈને કેનિલ-સપનાના સંબંધની જાણ થતાં તેઓ અવારનવાર સપનાને કેનિલની જીંદગીથી દૂર થઇ જવા દબાણ કરતા હતા.

12 ડિસેમ્બરે કેનિલ, તેના માતા-પિતા અને ફોઈ સપનાને ત્યાં આવીને તેને ગર્ભપાત કરાવાનું કહ્યું, જોકે સપના સંમત ન થતાં ચારેયે તેને લાતો અને ફેંટોનો માર મારતાં સપનાને હોસ્પિટલ લઈ જવાતા તેના ગર્ભમાં રહેલું બાળક મૃત્યુ પામ્યું હતું. આ લોકોએ બાળકની દફનવિધિ પણ કરાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...