તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IIMની વિદ્યાર્થિનીનો આપઘાત:અમદાવાદની IIM હોસ્ટેલમાં મૂળ બિહારની યુવતીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી, સેટેલાઈટ પોલીસે તપાસ હાથ ધરી

અમદાવાદએક મહિનો પહેલા
આપઘાત કરી મોતને ભેટનાર વિદ્યાર્થિની દ્રષ્ટિ રાજકાનાની  (ફાઈલ તસવીર) - Divya Bhaskar
આપઘાત કરી મોતને ભેટનાર વિદ્યાર્થિની દ્રષ્ટિ રાજકાનાની (ફાઈલ તસવીર)
  • વિદ્યાર્થિની IIM અમદાવાદમાં PGPMમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી

ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ (IIM)માં આજે સાંજે PGPMમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી મૂળ બિહારની યુવતીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. યુવતી હોસ્ટેલમાં રૂમમાં એકલી હતી ત્યારે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતાં સેટેલાઇટ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે

IIM અમદાવાદની વિદ્યાર્થિની દ્રષ્ટિ રાજકાનાની અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું (ફાઈલ તસવીર)
IIM અમદાવાદની વિદ્યાર્થિની દ્રષ્ટિ રાજકાનાની અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું (ફાઈલ તસવીર)

સાંજે આપઘાત કર્યો
સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પીઆઈ જે.બી અગ્રાવતે જણાવ્યું હતું કે મૂળ બિહારના મુઝફ્ફરનગરની યુવતી દ્રષ્ટિ રાજકાનાની(ઉ.વ.25) નામની યુવતીએ આજે સાંજે 4 વાગ્યાની આસપાસ હોસ્ટેલમાં અગમય કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો. યુવતી PGPMમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. ઓનલાઇન એજ્યુકેશન ચાલતું હોવાથી હોસ્ટેલમાં જ રહી અને અભ્યાસ કરતી હતી. હાલમાં કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી. યુવતીએ ક્યાં મામલે આત્મહત્યા કરી તે અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો