સુસાઇડ એટેમ્પ્ટનો Live VIDEO:અમદાવાદમાં CTM એક્સપ્રેસ હાઈવે તરફના ઓવરબ્રિજ પરથી યુવતીએ માર્યો કૂદકો, ગંભીર ઈજા થતાં ઓન રોડ ટ્રીટમેન્ટ અપાઈ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદના CTM ઓવરબ્રિજ પરથી એક યુવતીએ કોઈ કારણસર આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર મામલો નજીકમાં એક વ્યક્તિએ પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધો છે. પરંતુ એ યુવતી કોઈ અગમ્ય કારણસર બ્રિજ ઉપરથી કૂદવાનો પ્રયાસ કરી રહી હતી. ત્યારે નીચેથી લોકો તેને બચાવવા માટે બૂમો પાડી રહ્યા હતા. પરંતુ કોઈ તેને બાચવે તે પહેલાં તેણે બ્રિજ પરથી કૂદકો માર્યો હતો. આ સમગ્ર મામલાની જાણ થતાં ઘટના સ્થળ પર પોલીસ પણ પહોંચી હતી. જ્યારે 108ની ટીમ ઘટના સ્થળે પહોંચતાં યુવતીને પગમાં ફ્રેક્ચર થયું હતું અને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

યુવતીએ સીટીએમ ઓવરબ્રિજ પરથી નીચે કૂદકો માર્યો
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બપોરના 2:45 વાગ્યાની આસપાસ 108 એમ્બ્યુલન્સને જાણ થઈ હતી કે, કોઈ યુવતીએ સીટીએમ ઓવરબ્રિજ પરથી નીચે કૂદકો માર્યો છે અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. જેથી 108ની ટીમ તાત્કાલિક બનાવના સ્થળે પહોંચી. ત્યારે યુવતીના માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને ખૂબ જ લોહી વહી રહ્યું હતું. જ્યારે એના બંને પગે ખૂબ ગંભીર ઇજા થતાં તેને સ્ટ્રેચરમાં મૂકવામાં આવી હતી. જોકે, તેની સ્થિતિ નાજુક લાગતા તેની તાત્કાલિક સારવાર કરી એલજી હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

યુવતીના કૂદવાનો વીડિયો લોકોએ રેકોર્ડ કર્યો
આ મામલે હાલ યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બાદ તેણે કયા કારણસર આ કૂદકો માર્યો છે તે જાણવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જ્યારે સ્થાનિક પોલીસ દ્વારા પણ યુવતીનું આ કરવા પાછળનું કારણ જાણવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, યુવતી જ્યારે બ્રિજ ઉપરથી કૂદી ત્યારે તેના કૂદવા સમયનો વીડિયો નજીકમાં લોકોએ રેકોર્ડ કર્યો હતો. આ વીડિયો ખૂબ જ ચોકાવનારો છે. જે વીડિયોમાં આસપાસમાં લોકોની ચિચિયારીઓ પણ સંભળાતી હતી.

અગાઉ પણ એક જ દિવસમાં બે વ્યક્તિએ આપઘાત કર્યો
ઉલ્લેખનીય છે કે, સીટીએમ અને રામોલને જોડતા ડબલ ડેકર બ્રિજ પરથી 48 કલાકમાં ત્રણ લોકોએ આત્મહત્યા કરી હતી. જેમાં એક જ દિવસમાં એક યુવક અને આધેડે પડતું મૂકી આપઘાત કર્યો હતો. જ્યારે એક દિવસ અગાઉ નરોડાના સિનિયર સિટીઝને બીમારીથી કંટાળીને આ બ્રિજ પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.

નરોડાના સિનિયર સિટીઝને બ્રિજ પરથી કૂદી આત્મહત્યા કરી
ડબલ ડેકર ઓવરબ્રિજ પરથી 28 વર્ષીય યુવકે નીચે કૂદી આત્મહત્યા કરી હતી. યુવક નીચે કૂદતા જ ગંભીર રીતે ઘાયલ થયો હતો જેથી તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ ઘટનાના ગણતરીના કલાકોમાં જ 56 વર્ષીય વ્યક્તિએ આ બ્રિજ પરથી નીચે પડતું મૂક્યું હતું. જોકે, તેમનું પણ સ્થળ પર જ મોત નિપજ્યું હતું. તેના એક દિવસ પહેલાં નરોડાના સિનિયર સિટીઝને બીમારીથી કંટાળીને આ જ બ્રિજ પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...