તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Girl Helped A Disabled Father On A Vegetable Cart And Got 99.10 Percent Percentile, Another Girl Got 98.72 Percent Percentile Even While Living Among 12 Members

ધો.12માં વિદ્યાર્થીનીઓનો ડંકો:અપંગ પિતાને શાકભાજી લારી પર મદદ કરી 99.10 ટકા પર્સન્ટાઇલ મેળવ્યા, ઘરમાં 12 સભ્યો વચ્ચે રહીને પણ 98.72 ટકા પર્સન્ટાઇલ મેળવ્યા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઠક્કર રીમાના પિતા પગે અપંગ છે અને શાકભાજીની લારી ચલાવે છે.
  • બુક શોપમાં નોકરી કરતા પિતાની દીકરીએ 98.62 ટકા પર્સન્ટાઇલ મેળવ્યા, CA બનવાની ઈચ્છા

ધો.12 કોમર્સના પરિણામમાં આ વર્ષે છોકરીઓએ બાજી મારી છે. અમદાવાદની કેટલીક વિદ્યાર્થીનીઓ જેઓ સામાન્ય ઘરમાંથી આવે છે. માતા-પિતાને મદદની સાથે 12માં ની તૈયારીઓ કરી અને સારું પરિણામ મેળવ્યું છે. અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેતી અને જીવનસાધના સ્કૂલમાં અભ્યાસ કરતી ઠક્કર રીમાના પિતા પગે અપંગ છે અને શાકભાજીની લારી ચલાવે છે. પિતાને શાકભાજીની લારી પર દરરોજ 4 કલાક મદદ કરીને પણ 99.10 ટકા પર્સન્ટાઇલ મેળવ્યા છે. રીમાએ divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું સવારે વહેલા ઉઠીને વાંચતી હતી. વધુ ભણતરનો બહાર લીધાં વગર દરરોજ સ્કૂલ- કોલેજમાં ભણાવે તેનું રિવિઝન અને ટાઈમ ટેબલ બનાવી વાંચતી હતી. 

રીમાના પરિવારમાં ત્રણ બહેન અને એક ભાઈ છે. એક મોટી બહેનના લગ્ન થઈ ગયા છે. એક બહેન નોકરી અને m.comમાં અભ્યાસ કરે છે જ્યારે ભાઈ 10માં ધોરણમાં છે. રીમા CA બનવા માંગે છે પરંતુ પિતાની શાકભાજીની લારી અને આર્થિક પરિસ્થિતિના કારણે હાલમાં તે શક્ય નથી માટે MBA કરશે. જો કોઈ સ્કોલરશીપ મળે તો ચોક્કસ CA બનશે.

સોલંકી કૃપા
સોલંકી કૃપા

જ્યારે આર.આર. દ્વિવેદી સ્કૂલમાં અભ્યાસ કરતી સોલંકી કૃપાએ 98.62 ટકા પરિણામ મેળવ્યું છે. તેના પિતા બુક શોપમાં નોકરી કરે છે. કૃપાએ divyabhaskar સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે હું ક્લાસીસમાં જતી હતી અને ત્યાં સર જે ભણાવે તેના પર વધુ ધ્યાન આપી અભ્યાસ કરતી હતી. ઘરમાં હું જ સૌથી વધુ સારા ટકા લાવી છું અને મારી અને મારા માતા-પિતાની મને CA બનવાની ઈચ્છા છે. 

જાડેજા માહીબા
જાડેજા માહીબા

જીવરાજપાર્કમાં આવેલી શારદા ગર્લ્સ સ્કૂલમાં અભ્યાસ કરતા જાડેજા માહીબાએ 98.72 ટકા મેળવ્યા છે. પિતા જીતેન્દ્રસિંહ રીક્ષા ડ્રાઇવર છે. દરરોજના 4થી5 કલાકનું વાંચન અને એકવાર જે વિષય હાથમાં લઈએ તો તેને પૂરો કરી તેના પર જ ધ્યાન આપી વાંચન કરતી હતી. ઘરમાં 12 જેટલા સભ્યો છે અને મારા ફેમિલીનો પૂરો સાથ હતો અને મને ભણવા માટે એક અલગ જ રૂમ આપી દીધો હતો. હવે આગળ MBA કરવાની ઇચ્છા છે અને સાથે સાથે UPSC-GPSCની પણ તૈયારી કરવી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો