તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અપહરણ:ઘોડાસરના જમીનદલાલનું પાંચ શખસે અપહરણ કરી રૂ. 1 કરોડની ખંડણી માગી, 36 તોલાનો સોનાનો દોરો પડાવી લીધો

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કેડિલાબ્રિજ પરથી બળજબરી કરી કરણ ભટ્ટને ગાડીમાં બેસાડી વસ્ત્રાલના એક કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં લઈ ગયા
  • ગત્રાડ ગામ પાસે મારીને કેનાલમાં ફેંકવાની ધમકી આપી 36 તોલાનો રૂ. 14 લાખનો સોનાનો દોરો પડાવી દીધો

શહેરના ઘોડાસર વિસ્તારમાં રહેતા જમીનદલાલનું પાંચ શખસે અપહરણ કરી રૂ. એક કરોડની ખંડણીની માગ કરી હોવાની ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ છે. આરોપીઓએ જમીનદલાલને ગત્રાડ ગામ નજીક લઇ જઈ માર મારી કેનાલમાં ફેંકવાની ધમકી આપી 36 તોલાનો રૂ. 14 લાખનો સોનાનો દોરો પડાવી લીધો હતો. બાકીના 70 લાખનો સોદો તેના મિત્ર થકી કરાવી અને બાદમાં તેને છોડી ફરાર થઇ ગયા હતા. આ અંગે ક્રાઈમ બ્રાન્ચે પાંચેય આરોપી સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બળજબરી કાર ઊભી રખાવી
ઘોડાસર વિસ્તારમાં રહેતા કરણ ભટ્ટ છેલ્લાં 15 વર્ષથી જમીન લે-વેચની દલાલી કરે છે. બે દિવસ પહેલાં રાતે નવ વાગ્યે કરણને જશોદાનગર ચાર રસ્તા પાસે કેડિલાબ્રિજ પર મહેશ સોમા રબારી નામના શખસે હાથથી ઇશારો કરી ઊભો રાખ્યો હતો. એક કાર પાછળ મરુન કલરની એક બ્રેઝા કાર પણ ઊભી હતી, જેમાં બે શખસો સવાર હતા. મહેશ રબારીએ બળજબરી કરી કરણ ભટ્ટને ગાડીમાં બેસાડી વસ્ત્રાલ ખાતે નૈયા કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં લઇ ગયા હતા, જ્યાં એક કરોડ ખંડણીની માગ કરી હતી.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

ફોન કરીને સોનાનો દોરો મગાવ્યો
મહેશ રબારીએ ધમકી આપતાં કહ્યું હતું કે તું દલાલીમાં બહુ પૈસા કમાયો છે, જેથી તારે અમને એક કરોડ ખંડણી પેટે આપવા પડશે. જો નહીં આપે તો ગોળી મારી દઇશ, જોકે પીડિત કરણ ભટ્ટે પૈસા આપવાનું ના કહેતાં આરોપીઓ ઉશ્કેરાઈ ગયા અને માર મારવા લાગ્યા હતા. ત્યાર બાદ આરોપીઓએ હત્યા કરવાની ધમકી આપી ગત્રાડ ગામે લઈ જઈ કેનાલમાં ફેંકવાની ધમકી આપી હતી. આરોપીઓએ કરણ પાસે ફોન કરાવીને તેના ભાઇ જોડે 36 તોલા સોનાનો દોરો મગાવી લઈ લીધો હતો.

ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી
પૈસા માટે વધુ દબાણ કરતાં મિત્ર રવિ રામીને ફોન કરી બોલાવ્યો હતો. રવિએ પૈસા આપવાનું કહ્યા બાદ મોડી રાતે છોડી મૂક્યા હતા. બાદમાં આરોપીઓ પીડિત કરણ ભટ્ટ અને તેના મિત્ર રવિ રામીને ફોન કરી પૈસાની માગણી કરતા હતા. ક્રાઈમ બ્રાન્ચે ભાઇપુરા ખોખરાના રહેવાસીઓ મહેશ સોમા ભાઇ રબારી, ફૂલો મોતી રબારી, નાગજી રત્ના રબારી, અલ્પેશ હીરવાણી તેમજ કરણ મરાઠી વિરુદ્ધ ફરિયાદ નોંધવતાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...