તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવા બ્રિજની ભેટ:ઘોડાસર સર્કલ : 72 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનશે, 2 લાખ વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે

અમદાવાદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કેડિલા બ્રિજ ક્રોસ કરતાં જ ઘોડાસર સર્કલ પર સવાર-સાંજ ટ્રાફિક જામ થાય છે

હવે નરોડાથી નારોલ નેશનલ હાઈવે રોડ ઉપર પસાર થતાં ઘોડાસર સર્કલ પર 2 લાખ કરતાં વધારે વાહનોને ટ્રાફિક જામની સમસ્યા નહીં નડે. અહીં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 72 કરોડના ખર્ચે ઓવરબ્રિજ તૈયાર થશે. અમદાવાદમાં ઘોડાસર જંક્શન પર ઈસનપુરથી જશોદાનગર તરફ બીઅારટીએસ લેનના સમાંતર 2 લેનનો ફ્લાય ઓવરબ્રિઝ બનશે. બ્રિજની લંબાઈ 758 મીટર જેટલી હશે. હાલ નરોડાથી નારોલ તરફના અા રોડ પર કેડિલા બ્રિજ ક્રોસ કરતાં જ ઘોડાસર સર્કલ પર સવારે અને સાંજે ટ્રાફિક જામ રહે છે. સર્કલ પર એક સાથે અાઠ રોડ પરથી વાહનોની અવર જવર રહેતી હોય છે. જ્યારે ટ્રાફિક પોલીસની હાજરી ન હોય ત્યારે સ્થિતિ કાબૂ બહાર જતી રહે છે. અામ હવે થોડાક જ સમયમાં બ્રિજનું કામ શરૂ થશે અને પૂર્ણ થતાં અા સમસ્યાનો કાયમી ઉકેલ અાવશે.

ઘોડાસર સર્કલ પર સ્મૃતિમંદિર, નારોલ, નરોડા અને મણિનગરનો ટ્રાફિક વધુ હોય છે
ઘોડાસર સર્કલ પર એક બાજુ સ્મૃતિમંદિર તરફ અવર જવર કરતો ટ્રાફિક તો બીજી તરફ નરોડા અને નારોલ તરફનો ટ્રાફિક અને એક તરફ મણિનગરનો ટ્રાફિક અામ ચારેય દિશામાંથી વાહનચાલકો અાવતાં હોય છે. તો બીજી તરફ સર્કલ એવી જગ્યાએ છે કે ટ્રાફિકનું નિયમન કરવું ચેલેન્જિંગ છે કેમ કે કેડિલા બ્રિજ તરફ ઢાળ અપાયો છે. ઓવરબ્રિજ બનતાં ટ્રાફિક સમસ્યાનો અંત અાવશે. -કમલેશ રબારી, સ્થાનિક

નેશનલ હાઈવે પર મહત્વના સર્કલ આવેલા હોવાથી ઘોડાસર સર્કલ કાયમ વ્યસ્ત રહે છે
અા અતિ વ્યસ્ત રોડ છે જેના પર દિવસે 2 લાખ કરતાં વધારે વાહનો તો રાત્રે પણ ટ્રકો અને પ્રાઈવેટ લક્ઝરી બસો દોડે છે. કેમ કે અા રોડ પરથી જ મહત્વના સર્કલો જેમ કે જશોદાનગર ચાર રસ્તાથી ડાકોર તરફ જતાં વાહનો અને એક્સપ્રેસ હાઈવે પર વડોદરા અને સુરત મુંબઈ જતાં વાહનો પસાર થાય છે. અામ અા બ્રિજ બનતાં અવર જવરમાં સરળતા રહેશે. તે સાથે લોકોની સુવિધા વધશે. -મેહુલ પંચાલ, સ્થાનિક

છેલ્લા 5 વર્ષના વિલંબને અંતે હવે બ્રિજ તૈયાર થશે
ઘોડાસર ખાતે છેલ્લા 5 વર્ષથી બ્રિજની અત્યંત જરૂર છે. અહીં ટ્રાફિકની સમસ્યા વધુ ઘેરી બની છે. અા નેશનલ હાઈવે છે અને પૂર્વના લોકો અા રસ્તે જ અવર જવર કરે છે. જોકે, બ્રિજ બનવાની કામગીરી ઝડપથી શરૂ થઈને પૂર્ણ થાય તે જરૂરી છે. શહેરમાં વ્યસ્ત સર્કલો પર બ્રિજ બને છે તે સારી વાત છે. -અારતી બારોટ,ઘોડાસર

બ્રિજની ટેક્નિકલ જાણકારી

 • આ ઓવરબ્રિજ 758.68 મીટરની લંબાઈ ધરાવતો હશે.
 • બ્રિજ પાઈપ ફાઉન્ડેશનનો અને અારસીસી પીઅર કેપ સબ સ્ટ્રક્ચરનો હશે.
 • સ્ટ્રીપ સીલ ટાઈપ એક્સપાન્શન જોઈન્ટ પ્રકારનો બ્રિજ હશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો