અમદાવાદ મર્ડર મિસ્ટ્રી:ઘાટલોડિયા વૃદ્ધ દંપતી હત્યા કેસમાં 5 શકમંદ પકડાયા પણ હજી હત્યાનો મોટિવ સામે નથી આવ્યો, ઘરમાંથી માત્ર 500 રૂપિયા જ ગયા હતા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગણતરીના સમયમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આ મર્ડર મિસ્ટ્રી પરથી પડદો ઊંચકી લેશે

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા સીનીયર સીટીઝનની હત્યા પ્રકરણમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 5 શકમંદને ઉઠાવી લાવી છે. હત્યારાઓ આ શકમંદ પૈકીના જ હોવાની વિગતો ક્રાઇમ બ્રાન્ચે મેળવી લીધી છે પણ હજી સુધી હત્યાનો મોટિવ જાણી શકાયું નથી. બીજીતરફ હત્યામાં લૂંટનો ઈરાદો પણ હજી પ્રસ્થાપિત થયો નથી કારણ કે ઘરમાંથી માત્ર 500 રૂપિયા જ ગયા છે.

ક્રાઇમ બ્રાન્ચે 5 શકમંદ શોધી કાઢ્યા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દિવાળીના તહેવારમાં વૃધ્ધ દંપતીની હત્યાના આરોપીની શોધી રહી હતી, ત્યારે 5 શકમંદ શોધી કાઢ્યા છે. આ મજૂર જેવા લોકો એપાર્ટમેન્ટ નજીક આવેલા ઝૂંપડામાં રહેતા હોવાનું હાલ સૂત્રોએ જણાવ્યું છે. આ શકમંદ પૈકી જ આરોપી હોવાનું પણ પોલીસ કહી રહી છે.

હત્યા થઈ એ દિવસે ઘરનો સામાન વેરવિખેર પડ્યો હતો.
હત્યા થઈ એ દિવસે ઘરનો સામાન વેરવિખેર પડ્યો હતો.

આરોપીઓ ઘરમાંથી 500 રૂપિયા લીધા હોવાની વાત સામે આવી
બીજી તરફ હત્યાના કારણ અંગે મોડી સાંજ સુધી પોલીસને જાણવા મળી નથી. હવે આરોપીઓ ઘરમાંથી 500 રૂપિયા લીધા હોવાની વાત સામે આવી રહી છે એટલે ઘરમાં જ્યારે હત્યા થઈ તે પહેલાં પ્રથમ હત્યા કોની થઈ તે પોલીસને જાણવા મળ્યું છે. બે હત્યા થયા બાદ આરોપીઓ ક્યાં ભાગ્ય તે પણ પોલીસને જાણવા મળ્યું છે.એકવાર ફરીથી વૃદ્ધની હત્યા કરવામાં આવી અને આરોપીઓ ભાગી ગયા હતા. હવે ગણતરીના કલાકમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આ મર્ડર મિસ્ટ્રી પરથી પડદો ઊંચકી લેશે તેવું જણાવ્યું છે.

પોલીસનું માનવું છે કે, હત્યાનું કારણ લૂંટ નહીં પણ બીજું છે
હાલમાં પોલીસે ચાર વ્યક્તિઓને રાઉન્ડ અપ કર્યા છે જેમાં બે વ્યકિતઓએ હત્યા કરી હોવાની પ્રાથમિક પૂછપરછમાં કબૂલાત કરી હોવાનુ જાણવા મળ્યુ છે. આ સાથે પોલીસે વધુ બે વ્યકિતઓની પણ અટકાયત કરી છે જેમની પૂછપરછ ચાલી રહી છે. હત્યામાં એકથી વધુ વ્યકિતઓ સંડોવાયેલી હોવાનું જણાઈ રહ્યુ છે. આ સાથે હત્યાનંુ કારણ લૂંટ નહીં પણ અલગ હોવાનુ બહાર આવે તેવી સંભાવના છે.

છરી ખરીદાઈ હતી એ દુકાન શોધવા પોલીસ કામે લાગી હતી
દયાનંદ અને વિજયાલક્ષ્મીની હત્યા કરનાર આરોપી લોહીવાળી છરી ઘરમાં જ મૂકીને ગયો હતો, આ છરી પર આર.કે.ઘાટલોડિયાનો માર્કો લાગેલો છે, જેથી આ નામવાળી દુકાન શોધવા પોલીસે અલગ અલગ ટીમો કામે લગાડી છે. હત્યા 6થી 8 વાગ્યા દરમિયાન કરવામાં આવી હતી, જેથી પોલીસે આ 2 કલાકના સમયગાળામાં એ વિસ્તારના મોબાઈલ ટાવરમાં કેટલા નંબર એક્ટિવ હતા એની તપાસ શરૂ કરી હતી.

દિવાળી પહેલાં જ વૃદ્ધ દંપતીની હત્યા કરાઈ હતી
દિવાળીના બે દિવસ પહેલાં ઘટલોડિયામાં સિનિયર સિટિઝનની લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી હતી. ઘાટલોડિયાના પારસમણિ એપાર્ટમેન્ટમાં દયાનંદ સુબરાવ અને તેમનાં પત્ની વિજયાલક્ષ્મી એકલા રહેતાં હતાં. ઘરમાં વૃદ્ધ દંપતી એકલું હતું ત્યારે અજાણ્યા શખસો ઘૂસી આવ્યા હતા, જેમણે લૂંટના ઇરાદે તેમના પર હુમલો કરી દીધો હતો. એમાં વૃદ્ધ દંપતીનાં મોત નીપજ્યાં હતાં. આ બનાવની જાણ રહી રહીને થતાં પોલીસે આરોપીને પકડવા માટે પ્રયાસ શરૂ કર્યા હતા. જોકે પોલીસ તપાસમાં લૂંટ ન થઈ હોવાનું બહાર આવ્યું હતું. હવે ક્રાઈમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરી લૂંટના ઇરાદે, અંગત અદાવત અથવા અન્ય કોઈ કારણોસર હત્યા કરી હતી કે કેમ એ અંગેની પૂછપરછ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...