તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • 'Getting Vaccinated Is Part Of The Service, There Is No Scope For Personal Choice, The Air Force Is A Disciplined Organization, Its Rules Need To Be Followed'

એરફોર્સની હાઇકોર્ટમાં દલીલ:‘રસી લેવી તે સર્વિસનો એક ભાગ છે, વ્યક્તિગત પસંદગીને અવકાશ નથી, એરફોર્સ શિસ્તબદ્ધ સંસ્થા છે, તેના નિયમોનું પાલન કરવું જરૂરી’

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર
  • એરફોર્સે અધિકારીને નોકરીમાંથી શા માટે બરતરફ ન કરવા તે અંગે નોટિસ આપી છે

જામનગરમાં ફરજ બજાવતા ઈન્ડિયન એરફોર્સના અધિકારીએ રસી લેવાની ના પાડતા એરફોર્સે તેમને નોકરીમાંથી શા માટે બરતરફ ના કરવા? તે અંગે શો કોઝ નોટિસ પાઠવી હતી. જેને યોગેન્દ્રકુમારે હાઇકોર્ટમાં પડકારી છે. તેના જવાબમાં ઈન્ડિયન એરફોર્સ તરફથી એવી દલીલ કરી છે કે રસી લેવી તે સર્વિસનો એક ભાગ છે તેમા વ્યક્તિગત પસંદગીને અવકાશ નથી. એરફોર્સ એક શિસ્તબદ્ધ સંસ્થા છે તેમાં બનાવેલા નિયમોનું પાલન કરવું દરેક અધિકારી માટે ફરજિયાત છે. રસી લેવી તે પસંદગી કે વિકલ્પ નથી પરતું ફરજિયાત આદેશ છે જેનું પાલન કરવું જોઇએ.

યોગેન્દ્ર કુમાર નામના ઈન્ડિયન એરફોર્સમાં ફરજ બજાવતા અધિકારીએ હાઇકોર્ટમાં અરજી કરી છે. તેમા એવી દલીલ કરી છે કે, તેમને ફોર્સ તરફથી નોકરીમાંથી બરતરફ કરવા નોટિસ આપવામાં આવી છે તે ગેરકાયદે છે અને તે રદ થવા પાત્ર છે. તેઓ પોતે આયુર્વેદ દ્વારા રોગપ્રતિકારક શક્તિની દવા કરી રહ્યા છે અને તેમની તંદુરસ્તીને સાચવી રહ્યા છે પરતું એરફોર્સ તેમને ફરજિયાત રસી લેવા ફરજ પાડે છે. તેઓ માત્ર ઇમરજન્સીમાં જ એલોપેથીક દવા લે છે.અથવા જયારે આયુર્વેદમાં કોઇ તકલીફનો વિકલ્પ ન હોય ત્યારે જ એલોપેથીની દવા લે છે. તેથી તેઓ રસી મુકાવા માગતા નથી.

કેન્દ્ર સરકારે કોવિડ-19 માટે ઘડેલી માર્ગદર્શિકામાં પણ ફરજિયાત રસી અંગે ઉલ્લેખ કરાયો નથી. તેથી રસી લેવા ઇન્કાર કર્યો છે. એરફોર્સ તરફથી તેમને નોકરીમાંથી બહાર કાઢી મૂકાશે તેવી નોટિસ પાઠવી છે.

અન્ય સમાચારો પણ છે...