તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રાણવાયુની મદદ:જર્મનીએ ભારતમાં બે ઓક્સિજન જનરેટર પ્લાન્ટ મોકલ્યા, બંને પ્લાન્ટ દિલ્હીમાં શરુ કરવામાં આવશે

અમદાવાદ3 મહિનો પહેલા
ઓક્સિજન જનરેટર પ્લાન્ટ દિલ્હી એરપોર્ટ ખાતે પહોંચી ગયા છે
  • જર્મની એરફોર્સના ટ્રાન્સપોર્ટ પ્લેન A 400Mમાં આ ઓક્સિજન જનરેટરના 2 પ્લાન્ટ 2 રાઉન્ડમાં દિલ્હી પહોંચ્યા
  • આ પ્લાન્ટ પ્રતિદિન 4 લાખ લીટર ઓક્સિજનનું ઉત્પાદન કરી શકે છે.

કોરોનાની બીજી લહેર ભારત માટે ઘણી જ ભયાવહ સાબિત થઈ રહી છે. આ બીજી લહેરમાં દેશમાં ગંભીર દર્દીઓની સંખ્યા વધી છે. જેથી મોટાભાગના દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત રહેતી હોય છે. જેના કારણે દેશમાં ઓક્સિજનની અછત સર્જાઈ હતી. આવી કપરી પરિસ્થિતિ વચ્ચે દુનિયાના અનેક દેશોએ ભારતને મદદ કરવાનું શરુ કર્યું.જર્મનીએ 2 અદ્યતન ઓક્સિજન જનરેટર પ્લાન્ટ ભારતમાં મોકલ્યા છે. આ ઓક્સિજન જનરેટર પ્લાન્ટ દિલ્હી એરપોર્ટ ખાતે પહોંચી ગયા છે. આ બંને ઓક્સિજન જનરેટર પ્લાન્ટ દિલ્હીમાં શરૂ કરવામાં આવશે. દિલ્હીની સરદાર વલ્લભભાઈ પટેલ કોવિડ હોસ્પિટલ DRDOમાં મુકાશે.

2 ઓક્સિજન જનરેટર પ્લાન્ટ દિલ્હીમાં શરૂ કરવામાં આવશે
2 ઓક્સિજન જનરેટર પ્લાન્ટ દિલ્હીમાં શરૂ કરવામાં આવશે

અમદાવાદ માટે ટીમ રવાના થઈ ગઈ
આ ઓક્સિજન પ્લાન્ટ જર્મનીના એરફોર્સના વિશાળ ટ્રાન્સપોર્ટેશન પ્લેન A 400Mમાં આવ્યો છે. જેમાં આ પ્લેનએ 2 રાઉન્ડ જર્મનીથી ભારતમાં લગાવ્યા છે.આ ઓક્સિજનની ખાસિયત છે કે આ ઓક્સિજન પ્લાન્ટ હોસ્પિટલમાંના કેમ્પસમાં જ લગાવામાં હોય છે. આ પ્લાન્ટ પ્રતિદિન 4 લાખ લીટર ઓક્સિજનનું ઉત્પાદન કરી શકે તેવા અદ્યતન પ્લાન્ટ છે. આ પ્લાન્ટને કોઈ રિફીલિંગની જરૂર નથી. આ પ્લાન્ટનું ઈન્સ્ટોલેશનનું કામ યુદ્ધના ધોરણે દિલ્હીમાં થઈ રહ્યું છે.

ભારત ને આવી કપરી પરિસ્થિતિમાં ઘણા દેશમાંથી મદદ મળી રહી છે
ભારત ને આવી કપરી પરિસ્થિતિમાં ઘણા દેશમાંથી મદદ મળી રહી છે

અનેક દેશોએ આવી કપરી સ્થિતિમાં ભારતની મદદ કરી
ભારત ને આવી કપરી પરિસ્થિતિમાં ઘણા દેશમાંથી મદદ મળી રહી છે. જેમાં અમેરિકા,UK, ફ્રાન્સ,જર્મની,આયરર્લેન્ડ,થાઈલેન્ડ,સીગાપુર,દુબઇ,કુવૈત, રશિયા,સાઉદ અરબ, ન્યુઝીલેન્ડ, ઑસ્ટ્રેલિયા, હોંગકોંગ,ઇટલી,UAE અને સ્વીઝરલેન્ડ વગેરે દેશમાંથી પણ મદદ આવી છે અને હજી પણ અન્ય દેશ મદદ કરી રહ્યા છે. ભારતે પણ ગત વર્ષે ઘણા દેશને દવા અને ઈન્જેકશન મોકલીને મદદ કરી હતી. આ વખતે પણ ઘણા દેશમાં વેક્સિનનો જથ્થો મોકલ્યો છે.

UKથી 3 ઓક્સિજન જનરેટર, 1000 વેન્ટિલેટર આવી રહ્યાં છે
UKથી 3 ઓક્સિજન જનરેટર, 1000 વેન્ટિલેટર આવી રહ્યાં છે

UKથી 3 ઓક્સિજન જનરેટર, 1000 વેન્ટિલેટર આવી રહ્યાં છે
ઉત્તરી આયરલેન્ડના બેલફાસ્ટ ખાતેથી 18 ટનના 3 ઓક્સિજન જનરેટર અને 1,000 વેન્ટિલેટર સાથે વિશ્વના સૌથી મોટા માલવાહક વિમાને ભારત માટે ઉડાન ભરી દીધી છે. બ્રિટિશ સરકારે એ પોતે જ આ અંગેની જાણકારી આપી છે. ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (FCDO)ના કહેવા પ્રમાણે એરપોર્ટના કર્મચારીઓએ આખી રાત આકરી મહેનત કરીને વિશાળકાય એન્ટોનાવ 124 વિમાનમાં જીવન રક્ષક દવાઓ લાદી હતી. ઈન્ડિયન રેડક્રોસની મદદથી યુકેથી આવેલા આ પુરવઠાને કોરોના સંકટ સામે ઝઝુમી રહેલા ભારતની હોસ્પિટલોમાં પહોંચાડવામાં આવશે. ત્રણેય ઓક્સિજન જનરેટરમાંથી પ્રત્યેક જનરેટર પ્રતિ મિનિટ 500 લીટર ઓક્સિજનનું ઉત્પાદન કરવા સક્ષમ છે. જે એક સમયે 50 લોકોના ઉપયોગ માટે પર્યાપ્ત છે.

અન્ય સમાચારો પણ છે...