તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કામગીરી:સાબરમતી રેલવે લાઈન પર હાવડા બ્રિજ જેવો ગર્ડર બ્રિજ બનશે, 100 વર્ષનું આયુષ્ય; જાન્યુઆરીમાં લોન્ચ કરાશે

અમદાવાદ5 દિવસ પહેલાલેખક: ઓમકારસિંહ ઠાકુર
  • કૉપી લિંક
  • રેલવે લાઈનની ઉપર મેટ્રો, તેની ઉપર બુલેટ ટ્રેન દોડશે

અમદાવાદ મેટ્રોના એપીએમસીથી મોટેરાના નોર્થ-સાઉથ કોરિડોરમાં સાબરમતી રેલવે લાઈનની ઉપર ટ્રેક બનાવવા ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને ટ્રેનોનું સંચાલન બંધ કર્યા વગર ગર્ડર બ્રિજ તૈયાર કરાશે. જેમાં પિલર 419 અને પિલર 420 વચ્ચે 73 મીટર લાંબો એક ઓપન વેબ ગર્ડર અને પિલર 420 તેમજ પિલર 421 વચ્ચે 36 મીટર લાંબો બીજો કમ્પોઝિટ ગર્ડર તૈયાર કરી રેલવે લાઈનની ઉપર જાન્યુઆરીમાં લોન્ચ કરાશે. સાબરમતી રેલવે લાઈનની ઉપર મેટ્રો ટ્રેન દોડશે અને તેની ઉપર બુલેટ ટ્રેન દોડશે. જીએમઆરસીના ચીફ જનરલ મેનેજર અમિત ગુપ્તાએ જણાવ્યું કે, રેલવે લાઈન પર એલિવેટેડ કોરિડોર બનાવવા ગર્ડર બ્રિજ તૈયાર કરાશે. જેમાં હાવડા બ્રિજની જેમ લોખંડની ગર્ડર સાથે ટ્રેક તૈયાર કરાશે. સ્ટીલના બે ગર્ડર ડિસેમ્બર સુધીમાં તૈયાર થઈ જશે. ગર્ડરનું આયુષ્ય 100 વર્ષનું હોવાનો તેમણે દાવો કર્યો છે.

ગર્ડર બ્રિજ આ રીતે તૈયાર કરવામાં આવશે.
ગર્ડર બ્રિજ આ રીતે તૈયાર કરવામાં આવશે.

બન્ને ગર્ડરની માહિતી

  • ઓપન વેબ ગર્ડરની લંબાઈ - 73 મીટર
  • કમ્પોઝિટ ગર્ડરની લંબાઈ - 36 મીટર
  • બન્ને ગર્ડરની પહોળાઈ - 14 મીટર
  • બન્ને ગર્ડરની ઊંચાઈ - 12 મીટર
  • બન્ને ગર્ડરનું આયુષ્ય - 100 વર્ષ
  • બન્ને ગર્ડરનું વજન - 630 ટન

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો