સ્ટાફ નર્સનું મેરિટ જાહેર:જનરલ ફીમેલનું કટઓફ 77.750 માર્ક્સ, GPSSB મેરિટમાં સામેલ 153 ઉમેદવારને જિલ્લા પસંદગી માટે બોલાવશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ (GPSSB) દ્વારા લેવાયેલી સ્ટાફ નર્સની ભરતીનું અંતિમ કટઓફ જાહેર કરાયું છે, જેમાં જનરલ મેલનું કટઓફ 77.760 માર્ક્સ રહ્યું છે. અંતિમ મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવનારા ઉમેદવારોને આવનારા સમયમાં જિલ્લા પસંદગી માટે બોલાવાશે. ત્યારબાદ અનામત સીટોની ગણતરીને આધારે ઉમદવારોને જિલ્લાની ફાળવણી કરાશે. કુલ 153 ઉમેદવારને મેરિટમાં સમાવાયા છે.ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા જાહેર કરાયેલી નર્સ માટેની ભરતીનું અંતિમ મેરિટ લિસ્ટ બોર્ડે પોતાની ઓફિશિયલ વેબસાઇટ પર મૂક્યું છે.

અનામત સીટ પર કટઓફમાં સમાવેશ પામનારા તમામ ઉમેદવારોના સર્ટિફિકેટની ચકાસણી જે-તે વિભાગમાં કરવામાં આવ્યા બાદ જ આખરી ગણાશે. એટલે કે પસંદગી પામેલા ઉમેદવારોના તમામ દસ્તાવેજોની ખરાઈ કરવામાં આવશે. આ સાથે જ બોર્ડે તમામ ઉમેદવારોને સ્પષ્ટ સૂચના આપી છે કે, જિલ્લા પસંદગી સમયે જો કોઈ ઉમેદવાર ગેરહાજર રહેશે તો બોર્ડ માનશે કે ઉમેદવારે પોતાની ઉમેદવારોની પરત ખેંચી છે, જેથી ગેરહાજર ઉમેદવારને ભરતી પ્રક્રિયામાંથી બાકાત કરવામાં આવશે. ઉપરાંત મંડળ ત્યાર બાદ ઉમેદવારની કોઈ જ રજૂઆત ધ્યાને લેશે નહીં. ઉલ્લેખનીય છે કે, ઉમેદવારો લાંબા સમયથી આ મેરિટની રાહ જોઈ રહ્યા હતા.

કટઓફ માર્ક્સનું લિસ્ટ

જનરલ મેલ77.76
જનરલ ફીમેલ77.75
એસઈબીસી મેલ72.44
SEBC ફીમેલ72.14
EWS ફીમેલ77.12
એસટી ફીમેલ72.8
અન્ય સમાચારો પણ છે...